News Continuous Bureau | Mumbai
ભારતીય કોસ્ટ ગાર્ડ(Indian Coast Guard) (ICG) એ દમણના(Daman) જંપોર બીચ(Jampore Beach) પર દરિયામાં ફસાઈ ગયેલા એક વ્યક્તિને બચાવી લીધો છે અને અન્ય એકની શોધખોળ ચાલુ હોવાનું સંરક્ષણ મંત્રાલયે(Ministry of Defense) શુક્રવારે જણાવ્યું હતું. ગુરુવારે સાંજે આ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
દમણ ખાતેના કોસ્ટ ગાર્ડ એર સ્ટેશનને(air station) સ્થાનિક વહીવટીતંત્ર(Administration) તરફથી ગુરુવારે સાંજે 6 વાગ્યે માહિતી મળી હતી કે બે માણસો જંપોર બીચ પર દરિયામાં ફસાયેલા છે. કોસ્ટ ગાર્ડ તરફથી હેલિકોપ્ટરની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો હતો, જ્યારે બીજાની શોધ ચાલુ છે.
આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર-રાજનાથ સિંહે ઉદ્ધવ ઠાકરેને ફોન કર્યો- કહી આ વાત
The #CoastGuard Air Stn at #Daman received info from local admin at around 6pm on 16Jun that 02 men were stranded at sea off Jampore beach. Promptly a CG Chetak helicopter was launched & rescued 01 survivor. Search for the second person is ongoing.#ICG #VayamRakshamah#WeProtect pic.twitter.com/I98jea1LcT
— PRO Defence Mumbai (@DefPROMumbai) June 17, 2022
મુંબઈના ડિફેન્સના પીઆરઓ ડિપાર્ટમેન્ટ(PRO Department of Defense) તરફથી સોશિયલ મીડિયા(Social media) પર ટ્વીટ કરવામાં આવ્યું હતું, જેમાં લખવામા આવ્યું હતું કે "#દમણ ખાતેના #CoastGuard Air Stn ને 16 જૂનના રોજ સાંજે 6 વાગ્યે સ્થાનિક એડમિન પાસેથી માહિતી મળી કે 02 માણસો જંપોર બીચ પર દરિયામાં ફસાયેલા છે. તરત જ એક સીજી ચેતક હેલિકોપ્ટર લોંચ(CG Chetak Helicopter Launch) કરવામાં આવ્યું અને 01 ને બચાવામાં આવ્યો છે. બીજા વ્યક્તિની શોધ ચાલુ છે.
દમણ અને દીવ(Diu) અને દાદરા અને નગર હવેલી એક કેન્દ્રશાસિત પ્રદેશ(Union Territory) છે. દમણ મુંબઈથી લગભગ 170 કિલોમીટર દૂર આવેલું છે.
