શિવસેના બાદ હવે કોંગ્રેસમાં ભંગાણના ભણકારા- આ વરિષ્ઠ નેતાએ પક્ષ છોડવાની આપી ચીમકી- કહ્યું -મારી તાકાત દેખાડી દઈશ

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)માં ક્રોસ વોટિંગ(Cross voting)ને કારણે વિધાનપરિષદની ચૂંટણી (MLC election) હારી જનારા ભૂતપૂર્વ પ્રધાન અને કોંગ્રેસના સિનિયર નેતા ચંદ્રકાંત હંડોરે(Congress leader Chandrakant Handore )એ હવે પક્ષને રામ-રામ કરી દેવાને મન મક્કમ બનાવી દીધું છે. 

વિધાનપરિષદ(Maharashtra Assembly)ની હારથી વ્યથિત થઈ ગયેલા ચંદ્રકાંત હંડોરેએ હવે કોંગ્રેસ પાર્ટી(Congress)ને ચોખ્ખા શબ્દોમાં ચેતવણી આપી દીધી છે કે સમય આવે તેઓ પોતાની તાકાત દેખાડી દેશે.

વિધાનપરિષદની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્ય(MLAs) વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા. તેથી ચંદ્રકાંત હંડોરે નારાજ થઈ ગયા છે. 

આ સમાચાર પણ વાંચો : ભારતીય રિઝર્વ બેંકની મોટી કાર્યવાહી- બેંકે ચાર સહકારી બેંકો પર ઉપાડ સહિતના પ્રતિબંધો લાદ્યા- ફટાફટ તપાસો તમારું એકાઉન્ટ આ બેન્કમાં તો નથીને

હંડોરેના કહેવા મુજબ તેઓ ભીમ શક્તિ સંગઠન દ્વારા પૂરા રાજ્યમાં દલિત અને શોષિત સમાજ માટે વર્ષોથી કામ કરે છે. ભીમ શક્તિ(Bhim Shakti)ની મદદથી તેઓઓ કોંગ્રેસને મજબૂત બનાવવાનું કામ કરતા રહ્યા છે. રવિવારે મુંબઈ(Mumbai)માં ભીમશક્તિની તરફની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ચંદ્રકાંત હંડોરેએ કહ્યું હતું કે સમય આવે તેઓ કોંગ્રેસ પાર્ટીને પોતાની તાકાત દેખાડી થશે.

 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment