News Continuous Bureau | Mumbai
ગુજરાતમાં(Gujarat) વિધાનસભાની ચૂંટણી(Assembly Election) જેમ-જેમ નજીક આવી રહી છે ત્યારે રાજકીય નેતાઓના પ્રવાસ શરુ થયા છે.
વડાપ્રધાન(Prime minister) નરેન્દ્ર મોદી(narendra modi) બાદ હવે કોંગ્રેસના(congress) નેતા રાહુલ ગાંધી(Rahul gandhi) ગુજરાત આવશે.
કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના સ્થાપના દિન 1લી મેના દિવસે રાહુલ ગાંધી ગુજરાત આવશે. આ દરમિયાન રાહુલ ગાંધી દાહોદમાં સભા સંબોધશે.
રાહુલ ગાંધી આદિવાસી અધિકાર યાત્રાની દાહોદથી શરૂઆત કરાવશે.
2022ની ચૂંટણીના અનુસંધાને કોંગ્રેસ આદિવાસી અધિકાર યાત્રા યોજાશે. જે અંગે આવતીકાલે દાહોદમાં આદિવાસી અધિકાર યાત્રાના આયોજન અંગે બેઠક મળશે
આ સમાચાર પણ વાંચો : લગભગ નક્કી થઈ ગયું. હાર્દિક પટેલ આ પાર્ટીમાં જઈ શકે છે. કોંગ્રેસ સાથે છેડો ફાડવાની તૈયારી. જાણો વિગતે….
