News Continuous Bureau | Mumbai
દશેરા(Dusshera)ના તહેવાર દરમિયાન બુધવારે દેશભરમાં રાવણ દહન થયું. તે જ સમયે, ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)માં મુઝફ્ફરનગરની સરકારી ઇન્ટર કોલેજ(College ground)ના મેદાનમાં રાવણ દહન દરમિયાન એક મોટી દુર્ઘટના થઈ હતી. આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
जब रावण हुआ हमलावर ।
डराने वाली तस्वीरें मुजफ्फरनगर से हैं। pic.twitter.com/uWTCl2ATDv
— Shubhankar Mishra (@shubhankrmishra) October 5, 2022
રાવણ(Ravan)ને બનાવતા સમયે તેવા અનેક ફટાકડા(fire cracker) પર રાખવામાં આવે છે. જેથી રાવણ દહન(Ravan Dahan)નો ભવ્ય નજારો બની શકે. પરંતુ ઘણીવાર આ ફટાકડા આકાશમાં ફૂટવાની જગ્યાએ ઊંધી દિશામાં ફૂટે છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, સળગતા રાવણમાંથી કેટલાક ફટાકડાના રોકેટ રાવણના પૂતળાથી દૂર ઉભેલા લોકો પર પડે છે. એક પછી એક રોકેટ લોકો વચ્ચે જઈને પડે છે. ત્યાં ઊભેલા પોલીસ જવાનો(police personnels) અને લોકોમાં આ ઘટનાને કારણે હાહાકાર મચી જાય છે. જોકે રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.
