ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 13 એપ્રિલ ૨૦૨૧
મંગળવાર
મહારાષ્ટ્ર માં લોકડાઉન કેટલા દિવસનું હશે? તેના પરથી પરદો ઉઠી ગયો છે. મહારાષ્ટ્રના આરોગ્યમંત્રી રાજેશ ટોપે એ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં લોકડાઉન બે સપ્તાહનું હશે. તેની જાહેરાત કયા દિવસે કરવામાં આવશે માત્ર તે બાબતે જ ફોડ પાડવાનો બાકી છે.
એવું માનવામાં આવે છે કે મહારાષ્ટ્રમાં 15 એપ્રિલથી શરૂ કરીને 30 એપ્રિલ સુધીનું લોકડાઉન લગાડવામાં આવશે. જોકે તારીખો સંદર્ભે અત્યાર સુધી કોઈ ખુલાસો થઇ શક્યો નથી. પરંતુ એક વાત નક્કી છે કે લોકડાઉન 15 દિવસનું હશે.