Site icon

પાટનગર દિલ્હીમાં પણ મુંબઈ જેમ નાઈટ લાઈફ- હવે રાત્રે પણ શોપિંગ અને  આઉટિંગનો માણી શકશો આનંદ- એલજીએ આપી આ મંજૂરી 

News Continuous Bureau | Mumbai

દિલ્હીમાં(Delhi) તમને જોઈતી દરેક વસ્તુ હવે રાતોરાત ઉપલબ્ધ થશે. લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ(Lt. Governor VK Saxena) ૩૦૦ થી વધુ સંસ્થાઓ ચોવીસ કલાક(24 hours) ખુલ્લી રાખવાની મંજૂરી આપી છે. આમાં હોટલ(Hotels), રેસ્ટોરન્ટ(restaurants), પરિવહન(Transportation) અને ઓનલાઈન ડિલિવરી શોપ(Online delivery shop) સાથે સંકળાયેલી સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ માટે એક સપ્તાહમાં નોટિફિકેશન બહાર પાડવા સૂચના આપવામાં આવી છે. જોકે, પાટનગરની મોટાભાગની બજારોમાં દિવસ અને સાંજના સમયે ભારે ભીડ અને ગતિવિધિ જોવા મળે છે. પરંતુ, રાત્રે ૧૧ વાગ્યા પછી તે શાંત થઈ જાય છે. પણ હવે મુંબઈની જેમ અહીં પણ આખી રાત રહેશે. 

Join Our WhatsApp Community

રાજ નિવાસના જણાવ્યા અનુસાર, લેફ્ટનન્ટ ગવર્નરે રાતોરાત કારોબાર કરવા માટે ૩૧૪ અરજીઓને મંજૂરી આપી છે. આ સંસ્થાઓમાં હોટલ, રેસ્ટોરન્ટ, ખોરાકની ઓનલાઈન ડિલિવરી, દવાઓ, લોજિસ્ટિક્સ, આવશ્યક ઉપભોક્તા ચીજવસ્તુઓ, પરિવહન સેવાઓ(Transportation services) વગેરેનો સમાવેશ થાય છે. આ વખતે દિલ્હીને દિવાળી પહેલા નાઈટ લાઈફની ભેટ(Gift of Nightlife) મળી છે. લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા આ સંસ્થાઓને મંજૂરી મળ્યા બાદ દિલ્હીની નાઈટ લાઈફને નવો લુક મળશે. આનાથી રોજગારમાં વધારો થશે અને વ્યવસાય માટે સારું વાતાવરણ ઊભું થશે. 

આ સમાચાર પણ વાંચો : ઝડપભેર ટ્રકે ગેંડાને ટક્કર મારી- જુઓ ચોંકાવનારી ઘટનાનો વીડિયો

રાજ નિવાસના(Raj Niwas) જણાવ્યા અનુસાર મોટાભાગના કેસ પેન્ડિંગ હતા. કુલ ૩૪૬ અરજીઓમાંથી ૧૮ ૨૦૧૬થી પેન્ડિંગ હતી. જ્યારે વર્ષ ૨૦૧૭ થી ૨૬ અરજીઓ, વર્ષ ૨૦૧૮ થી ૮૩ અરજીઓ, વર્ષ ૨૦૧૯ થી ૨૫ અરજીઓ, વર્ષ ૨૦૨૦ થી ચાર અરજીઓ અને ૨૦૨૧ થી ૭૪ અરજીઓ પડતર હતી.લેફ્ટનન્ટ ગવર્નરે પણ શ્રમ વિભાગ(Department of Labor) દ્વારા આ અરજીઓ પર સમયસર પગલાં ન લેવા પર નારાજગી વ્યક્ત કરી છે. રાજ નિવાસના મતે આમ કરવા પાછળ કોઈ નક્કર કારણ આપવામાં આવ્યું ન હતું. તમામ અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા શ્રમ વિભાગને સૂચનાઓ પણ આપવામાં આવી છે. 

દિલ્હીમાં ૨૪ કલાક સંસ્થાઓ ખોલવાના ર્નિણયને બાર, રેસ્ટોરન્ટ સહિત અન્ય વેપારીઓએ આવકાર્યો છે. બાર-રેસ્ટોરન્ટના વેપારીઓનું(bar-restaurant traders) કહેવું છે કે આનાથી બિઝનેસ તો વધશે જ પરંતુ પ્રવાસનને પણ પ્રોત્સાહન મળશે. કનોટ પ્લેસ ટ્રેડર્સ એસોસિયેશનના(Connaught Place Traders Association) પ્રમુખ અને રેસ્ટોરન્ટ બિઝનેસમેન મનપ્રીત સિંહે (Manpreet Singh) કહ્યું કે અમે ર્નિણયનું સ્વાગત કરીએ છીએ. અમે ઘણા સમયથી આની માંગણી કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે નાઈટ લાઈફમાં લોકોની સુરક્ષા અંગે સવાલો ઉભા થાય છે, પરંતુ મને લાગે છે કે જાે વધુ લોકો રસ્તા પર આવશે તો સુરક્ષા આપોઆપ વધી જશે. સ્થાપના ૨૪ કલાક ખોલવાના ર્નિણય અંગે, સરોજિની નગર મિની માર્કેટ ટ્રેડર્સ એસોસિએશનના(Sarojini Nagar Mini Market Traders Association) પ્રમુખ અશોક રંધાવા કહે છે કે ન્ય્નો આ ર્નિણય વ્યવસાયના દૃષ્ટિકોણથી એક સારું પગલું છે. કોરોના બાદ આ ર્નિણય બિઝનેસને પ્રોત્સાહન આપવા જઈ રહ્યો છે. તેની સકારાત્મક અસર પડશે. તેમણે કહ્યું કે અમે તમામ ઉદ્યોગપતિઓ આ ર્નિણયથી ખૂબ જ ખુશ છીએ, કારણ કે તે લગભગ છ-સાત વર્ષ જૂની માંગ છે. હવે વેપારીઓની માંગણી સ્વીકારવામાં આવી છે. તેમણે કહ્યું કે આના કારણે દિલ્હીના લોકો, ખાસ કરીને નાઈટલાઈફના શોખીન લોકો ખૂબ જ ખુશ 

જોકે તેની સાથે પડકારો પણ હશે જેમાં કે ટ્રાન્સપોર્ટ મોડ- સાર્વજનિક પરિવહન હેઠળ, હાલમાં રાત્રે કેબ, ટેક્સી અથવા ઓટોની સુવિધા ઉપલબ્ધ છે. મેટ્રો સેવા મધરાત સુધી છે, સુરક્ષા- દિલ્હી પોલીસ સામે કાયદો અને વ્યવસ્થા જાળવવી એક મોટો પડકાર હશે.

આ સમાચાર પણ વાંચો : અમદાવાદમાં રેલવે સ્ટેશન પર જશો તો ટિકિટ પ્લેટોફોર્મના ભાવ હવેથી ચૂકવવા પડશે વધુ- શું દિવાળીનો ટ્રાફિક ઘટાડવા ભાવ વધાર્યા

Drone: ડ્રોન (Drone) પાયલોટ બની રાજકોટની શ્રદ્ધાબેન સોરઠીયાએ લખ્યો આત્મનિર્ભરતાનો નવો ઇતિહાસ
Virar Rename Dwarkadhish Controversy: વિરારનું નામ બદલીને ‘દ્વારકાધીશ’ રાખવાની હિલચાલ? ઉત્તર ભારતીયોનું સમર્થન પણ સોશિયલ મીડિયા પર વિરોધનો વંટોળ.
Maharashtra Weather: ઠંડીમાં ઠર્યું મહારાષ્ટ્ર: પરભણીમાં 6.8 ડિગ્રી સાથે લઘુત્તમ તાપમાન ગગડ્યું, હવે મુંબઈગરાઓએ છત્રી રાખવી પડશે તૈયાર
Bengaluru: બેંગલુરુમાં ગેરકાયદે માઇનિંગથી દીપડાઓના મોતનો મામલો ગરમાયો: મુખ્યમંત્રીએ આપ્યા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ
Exit mobile version