News Continuous Bureau | Mumbai
દેશની રાજધાની દિલ્હીમાં(Delhi) કોરોના વાયરસની(Corona virus) ઝડપે ફરી એકવાર બધાને ડરાવ્યા છે.
આરોગ્ય વિભાગના(Health department) આંકડા અનુસાર, દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 632 નવા કેસ(Covid cases) નોંધાયા છે અને ચેપનો દર 4.42 ટકા છે.
જોકે રાજ્યમાં આ દરમિયાન કોરોના વાયરસને કારણે કોઈનું મોત(death) થયું નથી.
સતત વધી રહેલા કેસોને કારણે રાજધાનીમાં કોરોનાની ચોથી લહેરનો(covid fourth wave) અવાજ સંભળાઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ દિવસથી દિલ્હીમાં સતત કોરોના વાયરસના ચેપના 500 થી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : પંજાબની પોલીસ હાથમાં આવતા જ કેજરીવાલે જૂની અદાવતો સરભર કરવાનું શરૂ કર્યું. કુમાર વિશ્ર્વાસના ઘરે પહોંચી પંજાબ પોલીસ. જાણો શું છે મામલો…
