Site icon

શિવસેના બાદ મહારાષ્ટ્ર ભાજપમાં આંતરિક અંસતોષ-નાગપુરમાં પોસ્ટરોમાં ભાજપના આ દિગ્ગજ નેતાનો ફોટો ગાયબ-જાણો વિગત

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રમાં(Maharashtra) શિવસેનામાં(Shivsena) બળવો કરનારા બળવાખોર એકનાથ શિંદેને(Eknath Shinde) સમર્થન આપી લોટસ ઓપરેશન(Lotus operation) પાર પાડવામાં દેવેન્દ્ર ફડણવીસનો(Devendra Fadnavis) મહત્વનો ભાગ કહેવાય છે. જોકે મુખ્યમંત્રીના દાવેદાર(CM candidate) ગણાતા ફડણવીસને શિંદે સરકારમાં ડેપ્યુટી મુખ્યપ્રધાન(Deputy CM) બનવું પડ્યું છે, જે તેમના સમર્થકોને પસંદ પડ્યું નથી. તાજેતરમાં તેની ઝલક નાગપુરમાં(Nagpur) જોવા મળી છે. નાગપુરમાં ફડણવીસના સ્વાગત દરમિયાન લાગેલા પોસ્ટમાંથી ભાજપના દિગ્ગજ નેતા(BJP leader) અને કેન્દ્રના ગૃહ પ્રધાન(central home minister) અમિત શાહનો(Amit shah) ફોટો ગાયબ થઈ ગયો છે.

Join Our WhatsApp Community

 ડેપ્યુટી મુખ્યમંત્રી બન્યા બાદ ફડણવીસ પોતાના હોમ ટાઉન નાગપુરની મુલાકાત લીધી હતી. નાગપુરમાં તેમનું એરપોર્ટથી(Airport) જ જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. એ માટે નાગપુરમાં ઠેર ઠેર બેનરો પણ લાગ્યા હતા. પોસ્ટરોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi,), ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ(BJP national president) જે.પી.નડ્ડા(J.P. Nadda), કેન્દ્રીય પ્રધાન(Union Minister) નિતીન ગડકરી(Nitin Gadkari), ભાજપ પ્રદેશાધ્યક્ષ(BJP state president) ચંદ્રકાંત પાટીલના(Chandrakant Patil) ફોટો હતા, પરંતુ તેમાં ગૃહપ્રધાન અમિત શાહનો ફોટો નહોતો.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થશે- નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આપ્યો જવાબ-આ તારીખે થઇ શકે છે વિસ્તરણ 

રાજકીય સ્તરે(political level) ચાલી રહેલી ચર્ચા મુજબ મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન પાછળ દેવેન્દ્ર ફડણવીસનો મોટો હાથ હતો. મુખ્યમંત્રીને બદલે તેમને ડેપ્યુટી મુખ્યપ્રધાન બનવું પડ્યું તેથી તેઓ ભારે નારાજ થયા છે. ફડણવીસના સમર્થકોના માનવા મુજબ ફડણવીસને ડેપ્યુટી મુખ્યપ્રધાન બનાવવા પાછળ અમિત શાહનો હાથ છે. તેથી અંદરોઅંદર અમિત શાહ પ્રત્યે ફડણવીસને સમર્થકો ભારે નારાજ છે. એટલે જ મુંબઈમાં ભાજપના પ્રદેશાધ્યક્ષની ઓફિસમાં યોજવામાં આવેલા અભિનંદન કાર્યક્રમમાં પણ તેમણે હાજરી પૂરાવી નહોતી. ત્યારે પણ લાગેલા બેનરોમાં અમિત શાહનો ફોટો ગાયબ હતો, તેનું જ પુનરાવર્તન નાગપુરમાં પણ થયું હતું. 
 

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Bike Taxi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, માત્ર આટલા રૂપિયામાં શરૂ થશે બાઈક ટેક્સીનો પ્રવાસ
Devendra Fadnavis: CM ફડણવીસની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, આરોગ્ય ક્ષેત્રમાં થયા ક્રાંતિકારી ફેરફાર
Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Exit mobile version