ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
મુંબઈના રસ્તા હોય કે નૅશનલ હાઈવે મુંબઇગરા માટે ખાડાવાળા રસ્તાનો ત્રાસ કાયમી થઈ ગયો છે. ગણેશોત્સવ નિમિત્તે કોંકણ, સતારા, કોલ્હાપુર, સાંગલી વગેરે ઠેકાણે મુંબઈથી જનારાઓની મોટી સંખ્યા હોય છે. મુંબઈ-ગોવા હાઈવે પર એટલા બધા ખાડાઓ છે કે લોકોને પ્રવાસમાં અડચણો આવી રહી છે. તો આજે સવારથી ખાડાવાળા પુણે-સતારા રોડ પર પણ ભારે ટ્રાફિક થયો હતો. 24 કલાક થઈ ગયા છતાં લોકો પોતાના ગંતવ્ય સુધી પહોંચ્યા નથી. ખાડાવાળા રસ્તા ઉપર ૪૦ની સ્પીડ પર ગાડી ચલાવવાથી પ્રવાસીઓ હેરાન થઈ ગયા છે. ટૉલ ભરીને પણ ખાડા અને ટ્રાફિકનો સામનો પ્રવાસીઓએ કરવો પડે છે.
પેંગ્વિન મામલે ચૂંટણી પહેલાં જ કૉન્ગ્રેસ અને ભાજપ સામે શિવસેનાની થઈ હાર; જાણો કેમ
પુણે સતારા રોડ પર આવતા ખેડ-શિવાપુર ટૉલનાકા પર ટૉલ ભરીને આગળ જતાં શિવરે અને વરવે આ વિસ્તારમાં રસ્તાની દુર્દશા થઈ ગઈ છે. જેને કારણે મોટા પ્રમાણમાં ટ્રાફિક થાય છે. એક કિલોમીટરનું અંતર પાર કરવા માટે ૧૦થી ૧૫ મિનિટનો સમય લાગે છે.
એક તરફ ખાડા અને ટ્રાફિકની સમસ્યાને લીધે પ્રવાસીઓ ત્રસ્ત થઈ ગયા છે તો બીજી બાજુ રસ્તા ઉપર ખાડા છે જ નહીં એવો ગજબ દાવો રિલાયન્સ ઇન્ફ્રાના અધિકારી રાકેશ કોળીએ કર્યો છે.