News Continuous Bureau | Mumbai
મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ(Congress leader Digvijay Singh) હંમેશા પોતાના નિવેદનોને કારણે ચર્ચા રહે છે. પરંતુ આ વખતે દિગ્વિજય સિંહ પોતાના અનોખા લુકને કારણે ચર્ચામાં છે. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ભેંસ સાથે ડાન્સ(Dance with cattle) કરતા જોવા મળી રહ્યા છે. રાહુલ ગાંધી(Rahul Gandhi)ની ભારત જોડો યાત્રા(Bharat Jodo Yatra) પણ મધ્યપ્રદેશ પહોંચવાની છે. આવી સ્થિતિમાં રાજ્યના ગૃહમંત્રીએ દિગ્વિજય સિંહના આ વીડિયો પર કટાક્ષ કર્યો છે.
तेलंगाना मे गोवर्धन पूजा के अवसर पर जो पशुओं की पूजा होती है इसे “सदर” कहते हैं। जो भैंसा होता है उसकी क़ीमत ₹३-४ करोड़ तक होती है।
राहुल जी के स्वागत में भूत पूर्व सांसद अंजन यादव जी ने #BharatJodoYatra में यह आयोजित किया गया था।
@INCIndia
@RahulGandhi
pic.twitter.com/kYxfdnPZJv— digvijaya singh (@digvijaya_28) November 7, 2022
વીડિયોને ટ્વિટ કરીને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે લખ્યું કે તેલંગાણામાં ગોવર્ધન પૂજાના અવસર પર પૂજવામાં આવતા પ્રાણીને “સદર” કહેવામાં આવે છે. એક ભેંસની કિંમત ₹3-4 કરોડ સુધી છે. આ ભારત જોડો યાત્રામાં પૂર્વ સાંસદ અંજન યાદવ જી દ્વારા રાહુલ જીના સ્વાગત માટે આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો: તિરુપતિ મંદિરે જાહેર કરી તેની સંપત્તિની વિગતો- શું સાચે જ તિરુપતિ મંદિરની અધધ આટલા કરોડની સંપત્તિ છે- આંકડો જાણી સૌ ચોક્યા