Site icon

એકનાથ શિંદે જૂથના એક ધારાસભ્યે વટાણા વેરી નાંખ્યા- કહ્યું અમારો બધો ખર્ચ દેવેન્દ્ર ફડણવીસ ઊંચકી રહ્યા છે

News Continuous Bureau | Mumbai 

એકનાથ શિંદે ગ્રુપ(Eknath Shinde)ના એક ધારાસભ્ય(MLA) એટલે કે દિલીપ કેસરકરે(Dilip Kesarkar) એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે.  અત્યાર સુધી મોઢું બંધ રાખીને બેસેલા ધારાસભ્યો હવે વિધાનસભા(Assembly session)નું સત્ર આવવાનું છે તે સમાચાર સાંભળીને ગેલમાં આવી ગયા છે. આ પરિસ્થિતિમાં દિલીપ કેસરકરે પત્રકારોને જણાવ્યું હતું કે બળવો પોકારવામાં માટે અત્યાર સુધી કરવામાં આવેલો તમામ ખર્ચ દેવેન્દ્ર ફડણવીસે(Devendra Fadnavis) ઉઠાવ્યો છે.  દિલીપભાઈનું આ નિવેદન ભારતીય જનતા પાર્ટી(BJP)ને ભારે પડી શકે તેમ છે.  હાલ મહારાષ્ટ્રમાં રાજકીય દાવપેચ બહુ ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે. તેમજ તમામ પરિસ્થિતિ પર સુપ્રીમ કોર્ટ(Supreme Court) નજર રાખી રહ્યું છે. આથી આવા પ્રકારનું સ્ટેટમેન્ટ એ ન્યાયિક નજરે એક કાવાદાવાની નીતિનું સમર્થન કરે છે. જે કાયદેસર રીતે અયોગ્ય છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : ​​​નૂપુર શર્માનું સમર્થન કરવા બદ્દલ ઉદયપુરમાં દરજીની કરપીણ હત્યા- રાજ્યમાં પડસાદ- ઇન્ટરનેટ બંધ

New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
PM Modi: ‘RJDને ૬૫ વોલ્ટનો જોરદાર આંચકો!’ PM મોદીએ સીતામઢીમાં લાલટેન (RJDનું પ્રતીક) પર કર્યો સીધો હુમલો!
Maharashtra Weather: ચેતવણી! મહારાષ્ટ્રના હવામાનમાં પલટો, ચક્રવાતને કારણે આગામી ૨૪ કલાક અતિભારે, વરસાદના મોટા સંકેતો.
Bhiwandi MIDC: મોટી દુર્ઘટના: ભિવંડી MIDC માં ડાઇંગ કંપનીમાં ભીષણ આગ, ભારે નુકસાનની શક્યતા.
Exit mobile version