Site icon

દેશમાં ઓમિક્રોન અને કોરોનાના કહેર વચ્ચે રાજસ્થાનમાં ડેન્ગ્યુનો આંકડો ૨૦ હજારને પાર થયો. જાણો વિગતે…

Viral Infection : Epidemics ravaged the state; 80 percent of malaria patients in Mumbai, Gadchiroli

Viral Infection : Epidemics ravaged the state; 80 percent of malaria patients in Mumbai, Gadchiroli

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 31 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શુક્રવાર  

રાજસ્થાનમાં કોરોનાની સાથે સાથે હવે ડેન્ગ્યુએ પણ તબાહી મચાવવાની શરૂ કરી દીધી છે. ઓમિક્રોનની સાથે સાથે રાજ્યમાં ડેન્ગ્યુના પણ રેકોર્ડબ્રેક કેસ જોવા મળી રહ્યા છે. અહીં કોરોનાની સાથે ડેન્ગ્યુએ પણ જાેર પકડ્યું છે અને આરોગ્ય વિભાગના અધિકારીઓની ઊંઘ હરામ કરી દીધી છે.

પ્રાપ્ત માહિતી મુજબ રાજધાની જયપુરમાં ૩૫૦૦ ડેન્ગ્યુના દર્દીઓ મળી આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા ૨૦ હજારને વટાવી ગઈ છે. આ ઉપરાંત મચ્છરના કરડવાથી થતા ડેન્ગ્યુના કારણે રાજ્યમાં ૫૪ લોકોના મોત પણ નિપજ્યા છે. ડેન્ગ્યુના દર્દીઓના મામલામાં જયપુર પ્રથમ નંબર પર છે. આ પછી કોટા બીજા અને જોધપુર ત્રીજા નંબરે છે. 

ગત વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો આ વખતે ડેન્ગ્યુના વધુ ૨૮૦ પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. આ સિવાય ગયા વર્ષે સ્ક્રબ ટાઈફસના ૧૬૧૮ કેસ જાેવા મળ્યા હતા જે આ વખતે વધીને ૧૮૯૮ થઈ ગયા છે. આ સાથે જાે આપણે જિલ્લાવાર આંકડાઓ પર નજર કરીએ તો, બિકાનેર, અલવર, ધોલપુર, ઝાલાવાડ, કરૌલી, ઉદયપુર, બાડમેર, ભરતપુર, ચુરુ અને જાેધપુરમાં ડેન્ગ્યુના દર્દીઓ મળી આવ્યા છે.

શુ મુંબઈમાં ફરી એકવાર કડક પ્રતિબંધો આવશે ? મુખ્યમંત્રીની હાજરીમાં આજે ટાસ્ક ફોર્સની બેઠક, નવા નિયંત્રણો લાગુ થવાની શક્યતા

રાજસ્થાનના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ડેન્ગ્યુના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, ડોર ટુ ડોર સર્વે શરૂ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગની ટીમ શંકાસ્પદ લોકોના ઘરે જઈને સ્થળ પર લોહીના નમૂના લઈ લેબ તપાસ માટે મોકલી રહી છે. આ ઉપરાંત જે વિસ્તારોમાં વધુ દર્દીઓ જોવા મળી રહ્યા છે ત્યાં ફોગિંગ અને લાર્વા નાબૂદ કરવા મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ તરફથી દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

રાજ્યમાં સૌથી વધુ કેસ વધવાનું કારણ ડેન્ગ્યુનો ડેન-૨ પ્રકાર છે. તે જ સમયે, આરોગ્ય નિષ્ણાતો ના જણાવ્યા અનુસાર, તે દર્દીના લીવર અને ફેફસાને અસર કરે છે. નિષ્ણાતોના મતે, આ પ્રકારની અસર સૌથી પહેલા પેટ પર થાય છે, જેના કારણે દર્દીને પેટમાં દુખાવાની સાથે તાવની ફરિયાદ રહે છે. આ પ્રારંભિક તાવમાં પ્લેટલેટ્‌સ ઓછા થતા નથી અને આ પ્રકારની અસર પણ દેખાતી નથી. પરંતુ તે દર્દીના પિત્તાશય, લીવર અને ફેફસાં પર વધુ અસર કરે છે.

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version