Site icon

અમદાવાદમાં આકાશી શણગાર- ભારતના નકશાથી લઈને વેલકમ PM મોદી સહિતની ડિઝાઇન- જુઓ મંત્રમુગ્ધ કરી દેતો વિડીયો

News Continuous Bureau | Mumbai

વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે (Visiting Gujarat) છે. જે હેઠળ તેઓ વિવિધ યોજનાનું લોકાર્પણ કરવાના છે. તેમના આગમનની પૂર્વ સંધ્યાએ અમદાવાદમાં(Ahmedabad) સાબરમતી રીવરફ્રન્ટ(Sabarmati Riverfront) પર ડ્રોન શોનું(drone show) આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 600 જુદી જુદી આકૃતિઓએ ત્યાં હાજર રહેલા પ્રેષકોના મન મોહી લીધા હતા.

Join Our WhatsApp Community

નરેન્દ્ર મોદીના આગમનની સાથે જ આ વર્ષે મોટેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં 36માં નેશનલ ગેમ્સની(National Games) ઓપનિંગ સેરેમની(Opening Ceremony) થવાની છે. તે પ્રસંગે બુધવારે સાબરમતી રિવરફ્રન્ટ પર આ ડ્રોન શો યોજવામાં આવ્યો હતો. તેમ જ પૂરા રિવરફ્રન્ટ પર ત્રિરંગી લાઈટથી(tricolor light) ડેકોરેશન(decoration) કરવામાં આવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  એકનાથ શિંદેના ગઢ ગણાતા થાણેમાં શિવસૈનિકોનું મનોબળ વધારવા રશ્મિ ઠાકરે મેદાનમાં- નવરાત્રીમાં કરશે આ કામ

ડ્રોન શોથી આકાશમાં અલગ અલગ આકૃતિઓ બનાવવામાં આવી હતી અને જુદા જુદા મેસેજ આપવામાં આવ્યા હતા. જેમાં વેલકમ હોનેરેબલ પી.એમ(Welcome Honorable P.M), વંદે ગુજરાતી(Vande Gujarati), સરદાર વલ્લભભાઈ પટેલના સિમ્બોલ સાથે યુનિટી, ભારતનો ત્રિરંગી નકશો, આઝાદી કા અમૃત મહોત્સવની(Azadi Ka Amrit Mohotsav) સાથે જ અનેક પ્રકારના સંદેશ આપવામાં આવ્યા હતા.

 

Ladki Behen Yojana: લાડકી બહેન યોજના’ ના ઈ-કેવાયસીની પ્રક્રિયામાં ‘આ’ તારીખ સુધી મુદત વધારાઈ; મહિલાઓને મળી મોટી રાહત
Mumbai: મુંબઈમાં ‘ઓપરેશન ક્લીન’: ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પર મહારાષ્ટ્રની સૌથી મોટી કાર્યવાહી! અત્યાર સુધીમાં આટલા ઘૂસણખોરોને દેશમાંથી હાંકી કઢાયા
Gujarat Fire: ગુજરાતમાં મોટો અગ્નિકાંડ! ચાલુ એમ્બ્યુલન્સમાં લાગી ભીષણ આગ, નવજાત શિશુ સહિત આટલા લોકો થયા જીવતા ભડથું
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટની તપાસ તેજ: અલ ફલાહ યુનિવર્સિટીના ચેરમેનને સમન્સ જારી, યુનિવર્સિટીની ભૂમિકા શંકાના દાયરામાં
Exit mobile version