ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,12 જાન્યુઆરી 2022
બુધવાર.
દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના બિલાસપુર ડિવિઝનના છુલહામાં ત્રીજી લાઇનની કનેક્ટિવિટી ચાલુ કરવા માટે નૉન ઇન્ટરલોકિંગ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ કામ જૈઠારી-છુલહા વચ્ચે હશે. આ કામને કારણે દેશના પૂર્વ વિસ્તારમાં જતી અનેક ટ્રેનોના ટાઈમટેબલને અસર થવાની શકયતા છે.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા એક પ્રેસ રિલિઝ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે ઈન્ટરલોકિંગના કામને કારણે અમુક ટ્રેનો રદ કરવામાં આવી રહી છે.
રદ કરવામાં આવેલી ટ્રેનો:
• 13 જાન્યુઆરી, 2022 ના 22909 વલસાડ-પુરી એક્સપ્રેસ
• 16 જાન્યુઆરી, 2022 ના 22910 પુરી-વલસાડ એક્સપ્રેસ
• 15 જાન્યુઆરી, 2022ના 20971 ઉદયપુર સિટી-શાલીમાર એક્સપ્રેસ
• 16 જાન્યુઆરી, 2022 ના છૂટકે ટ્રેનની સંખ્યા 20972 શાલીમાર-ઉદયપુર સિટી એક્સપ્રેસ
અરે વાહ! શું વાત છે. મહારાષ્ટ્ર સરકાર સ્કૂલ બસોને થયેલું નુકસાન ઘટાડવા આ પગલું ભરી રહી છે. જાણો વિગત
