ન્યુઝ કન્ટિન્યુઝબ્યુરો,
15 ફેબ્રુઆરી, 2022
મંગળવાર.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ અંડરવર્લ્ડ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમની બહેન હસીના પારકરના ઘરે દરોડા પાડ્યા છે
સાથે જ EDએ દાઉદ કંપનીના અનેક સ્થળો પર પણ દરોડા પાડી મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સર્ચ ચલાવી રહી છે.
આ સિવાય ED આવા ઘણા નેતાઓના ઘરો પર દરોડા પાડી રહી છે જેઓનું કનેક્શન ડી કંપની સાથે જોડાયેલું હોય.
આવા નેતાઓની સંપત્તિ અને ગેરકાયદેસર રીતે નિકાલ સંબંધિત કેસની તપાસ કરવામાં આવી રહી છે.
EDના અધિકારીના જણાવ્યા અનુસાર, કુલ દસ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે
EDની આ કાર્યવાહી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા તાજેતરમાં નોંધવામાં આવેલી એફઆઈઆર અને ભૂતપૂર્વ એજન્સી દ્વારા મળેલા કેટલાક ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ પર આધારિત છે.
