તાઉતે વાવાઝોડા વચ્ચે ગુજરાતના જૂનાગઢ જિલ્લાના દીવ, વેરાવળ જિલ્લાના ઉના અને ગીર સોમનાથમાં ભૂકંપના આંચકા આવ્યા હતા. સાથે જ અમરેલી જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
દીવ, ઊના અને ગીર સોમનાથમાં ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5ની નોંધાઈ હતી.
જોકે સદનસીબે જાનમાલને લગતી નુકસાનની કોઈ પણ ઘટના બની નથી.
કોરોનાના વધતા જતા કેસો વચ્ચે આ જગવિખ્યાત મંદિર 15 જૂન સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે
