News Continuous| Mumbai
હવે જ્યારે શિવસેના પાર્ટીએ પોતાના માટે નવું પક્ષનું ચિન્હ લેવું ફરજિયાત બન્યું છે ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે ની તરફથી પણ ચૂંટણી માટે નવા સિમ્બોલ નો પ્રયત્ન શરૂ થઈ ગયો છે. આ મુજબ હવે સોમવાર બપોર સુધી એકનાથ શિંદે નવી અરજી રજૂ કરવાના છે.
મળતી માહિતી મુજબ દશેરાની જનસભા દરમિયાન જે હથિયારનું પૂજન કરવામાં આવ્યું હતું તે હથિયાર એટલે કે તલવારને ચૂંટણી સિમ્બોલ માટે માંગવામાં આવશે તેવી શક્યતા વર્તાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીએ દશેરા રહેલી દરમિયાન અનેક ફૂટ ઊંચી અને સ્પષ્ટ રીતે દેખી શકાય તેવી તલવાર લોકો સામે પ્રસ્તુત કરી હતી. હવે જ્યારે દશેરાના દિવસે તેને પ્રસ્તુત કરી દેવામાં આવ્યું છે ત્યારે એકનાથ શિંદે ગ્રુપ તરફથી એવો પ્રયત્ન કરવામાં આવશે કે તલવારને પાર્ટી અને ચૂંટણીના પ્રતિક તરીકે સ્વીકૃતિ આપવામાં આવે.
