ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,17 જાન્યુઆરી 2022
સોમવાર
ચૂંટણી પંચ બસપા, કોંગ્રેસ, પંજાબ લોક કોંગ્રેસ અને ભાજપની ચૂંટણીની તારીખ બદલવાની માંગ પર સહમત થયું છે.
પ્રાપ્ત જાણકારી મુજબ કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા, પંજાબ વિધાનસભાની જાહેર કરેલી ચૂંટણીની તારીખ બદલી છે.
હવે પંજાબમાં 14 ફેબ્રુઆરીના બદલે 20 ફેબ્રુઆરી, 2022ના રોજ મતદાન થશે.
મતદાનની તારીખ 6 દિવસ માટે લંબાવવામાં આવી હોવાથી તે પ્રમાણે અન્ય કેટલાક ફેરફાર પણ થશે.
જેમકે હવે તેના માટેનું નોટિફિકેશન પણ 25 જાન્યુઆરીના રોજ જાહેર થશે.
પહેલી ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્ર ભરવામાં આવશે અને 4 ફેબ્રુઆરીના રોજ ઉમેદવારોનું ફાઈનલ લિસ્ટ બહાર પડશે. પ્રચાર માટે 15 દિવસ મળશે.
ઉલ્લેખનીય છે કે પંજાબના સીએમ અને ભાજપે રજૂઆત કરી હતી કે 16 ફેબ્રુઆરીના રોજ પંજાબમાં શ્રી ગુરૂ રવિદાસ જયંતી છે, આ પ્રસંગે દલિત સમુદાયના અનેક લોકો વારાણસી અને અન્ય તીર્થ સ્થળોએ ગુરૂપર્વ ઉજવવા માટે જાય છે. આ કારણે ચૂંટણી પંચે ચૂંટણીની તારીખમાં ફેરફાર કરવા વિચાર કરવો જોઈએ.