Site icon

ભાજપ-કોંગ્રેસની માગણી પર ચૂંટણી પંચ સહમત, પંજાબમાં ચૂંટણીની તારીખ બદલાઈ; હવે 14ને બદલે આ તારીખે થશે મતદાન

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,17 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Community

સોમવાર

ચૂંટણી પંચ બસપા, કોંગ્રેસ, પંજાબ લોક કોંગ્રેસ અને ભાજપની ચૂંટણીની તારીખ બદલવાની માંગ પર સહમત થયું છે.

પ્રાપ્ત જાણકારી મુજબ કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા, પંજાબ વિધાનસભાની જાહેર કરેલી ચૂંટણીની તારીખ બદલી છે.  

હવે પંજાબમાં 14 ફેબ્રુઆરીના બદલે 20 ફેબ્રુઆરી, 2022ના રોજ મતદાન થશે. 

મતદાનની તારીખ 6 દિવસ માટે લંબાવવામાં આવી હોવાથી તે પ્રમાણે અન્ય કેટલાક ફેરફાર પણ થશે.

જેમકે હવે તેના માટેનું નોટિફિકેશન પણ 25 જાન્યુઆરીના રોજ જાહેર થશે. 

પહેલી ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્ર ભરવામાં આવશે અને 4 ફેબ્રુઆરીના રોજ ઉમેદવારોનું ફાઈનલ લિસ્ટ બહાર પડશે. પ્રચાર માટે 15 દિવસ મળશે. 

ઉલ્લેખનીય છે કે પંજાબના સીએમ અને ભાજપે રજૂઆત કરી હતી કે 16 ફેબ્રુઆરીના રોજ પંજાબમાં શ્રી ગુરૂ રવિદાસ જયંતી છે, આ પ્રસંગે દલિત સમુદાયના અનેક લોકો વારાણસી અને અન્ય તીર્થ સ્થળોએ ગુરૂપર્વ ઉજવવા માટે જાય છે.  આ કારણે ચૂંટણી પંચે ચૂંટણીની તારીખમાં ફેરફાર કરવા વિચાર કરવો જોઈએ. 

હેં!! કોરોના મહામારી નહીં પણ સામાન્ય ફલૂ, યુરોપિયન દેશોએ પ્રતિબંધો હટાવી નાખવાનો લીધો નિર્ણય; જાણો વિગત

Ahmedabad Railway Division: મિશન ઝીરો સ્ક્રેપ હેઠળ અમદાવાદ મંડળે સ્ક્રેપ વેચાણમાં 60 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો
Bhiwandi Nizampur Mayor Election 2026: ચૂંટણી પહેલા જ ભિવંડીમાં ભાજપનું ‘ઓપરેશન’ ફેલ! ૯ કોર્પોરેટરોએ પંજો પકડતા કેસરિયો ગઢ ધરાશાયી.
Jay Pawar: જય પવારનો સરકારને લલકાર! પિતાના નિધન પાછળના ‘બ્લેક બોક્સ’ સત્ય માટે કરી આ મોટી અપીલ, જાણો શું છે મામલો
Shivneri Fort Stampede: શિવનેરી પર ભીડમાં ભક્તો કચડાયા! મહિલાઓ-બાળકો સહિત અનેક ઘાયલ, કિલ્લા પર ભારે તણાવ..
Exit mobile version