મધ્ય પ્રદેશ સરકાર રસીકરણ અભિયાનને પ્રોત્સાહન આપવા અને લોકોને કોરોના પ્રતિબંધ માં રાહત આપવાની વિચારી રહી છે.
રસીકરણ અંગેની મંત્રીઓના જૂથની બેઠકમાં એવી ચર્ચા કરવામાં આવી છે કે જે લોકો પાસે કોરોના રસીકરણનું પ્રમાણપત્ર હશે, તેમને જાહેર સ્થળે પ્રવેશ આપવામાં આવશે.
જોકે સરકારે હજી સુધી આ વિષય પર કોઈ નિર્ણય લીધો નથી.
માનવામાં આવી રહ્યું છે કે આવનારા દિવસોમાં સરકાર પણ આ વિષય પર નિર્ણય લઈ શકે છે.