ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 6 એપ્રિલ 2021
મંગળવાર
નાના વેપારીઓ સખત રીતે હેરાન થઇ રહ્યા છે. આ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને વિપક્ષ નેતા દેવેન્દ્ર ફડનવીસ વેપારીઓના સમર્થનમાં આગળ આવ્યા છે. આજે તેમણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો અને માગણી મૂકી કે નાના વેપારીઓને આ મીની લોકડાઉન પરવડે તેમ નથી. આ પરિસ્થિતિમાં એક અથવા બીજા સ્વરૂપે તેઓને મોટી સવલત આપવી જોઈએ.
જોકે દેવેન્દ્ર ફડણવીસના પત્રનો હજી સુધી મુખ્યમંત્રી તરફથી કોઈ જવાબ આવ્યો નથી. બીજી તરફ આજે બપોરે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ પણ વેપારીઓની તરફેણ કરી હતી.
હવે જોવાનું એ રહે છે કે વેપારીઓને રાહત મળે છે કે કેમ.