Site icon

કાકરાપાર ડેમ રંગાયો આઝાદી કા અમૃત મહોત્સવના રંગે- પાણીમાં પણ જાણે દેશપ્રેમનો ધોધ વહ્યો- જુઓ નયનરમ્ય દ્રશ્યો

News Continuous Bureau | Mumbai

કાકરાપાર ડેમ(Kakrapar Dam) ઓવરફ્લો(overflow) થતા પાણી(water release) છોડવામાં આવી રહ્યું છે. ત્યારે ડેમમાંથી પાણી છોડાતા રાત્રિ સમયે તિરંગા(Tricolour lighting)ની લાઈટિંગ કરવામાં આવી છે. જેને પગલે રાત્રિ દરમિયાન નયનરમ્ય દ્રશ્યો(beautiful view) જોવા મળ્યા હતાં.

Join Our WhatsApp Community

 

હાલ આખો દેશ આઝાદી(Independence day)ના 75મા વર્ષની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ(Azadi Ka Amrit Mahotsav) અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા કાકરાપાર ડેમ(Kakrapar Dam) ખાતે પણ તિરંગાનું લાઇટિંગ(Tri clolour lighting) કરવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : ન્યૂડ ફોટોશૂટ મામલે રણવીર સિંહના ઘરે પહોંચી મુંબઈ પોલીસ- આ તારીખે કરશે પૂછપરછ

ડેમના 3 મીટર ઉપરથી વહેતા પાણી(water)માં કેસરી(Orange), સફેદ(White) અને લીલા(green) રંગની લાઇટિંગ સાથે રાત્રિ દરમિયાન નયનરમ્ય દ્રશ્યો (beautyful view) સર્જાયા હતા. જોકે હાલ ડેમ ઓવરફ્લો હોવાથી અને પાણીનું વહેણ પણ વધુ હોવાથી તંત્ર દ્વારા ડેમની નજીક ન જવા માટે લોકોને અપીલ કરી છે તેમજ લોકોની સુરક્ષા(security) માટે પોલીસ સ્ટાફ (Police staff) પણ તૈનાત કરવામાં આવ્યો છે. તો બીજી તરફ તિરંગાની લાઇટિંગ સાથે ડેમનું પાણી વહેતું થતાં કાકરાપાર ડેમ સોળે કળાએ ખીલી ઊઠ્યો છે.

આ સમાચાર પણ વાંચો : કોમેડિયન રાજુ શ્રીવાસ્તવના મોતના વહેતા થયા અહેવાલ- પરિવારે અફવાઓનું ખંડન કરી આપી આ હેલ્થ અપડેટ

ઉલ્લેખનીય છે કે, ઉપરવાસમાં પાણીની આવક 1,96,316 ક્યુસેક થતા ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી હાલ દસ હજાર ક્યુસેક પાણી છોડવાનું શરૂ કર્યું છે. જો કે ઉપરવાસમાં પાણીની આવક વધશે તો હજી પણ પાણી છોડવામાં આવશે. પાણી છોડતા પહેલા આગળના તમામ ગામોને એલર્ટ (Alert) કરી દેવામાં આવ્યા છે.  

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version