Site icon

આ રાજ્યમાં આવેલી એશિયાની સૌથી મોટી કાપડ માર્કેટની દુકાનમાં ફાટી નીકળી ભીષણ આગ- લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ

News Continuous Bureau | Mumbai

દેશની રાજધાની દિલ્હી(Delhi)ના ગાંધીનગર વિસ્તારમાં એશિયાના સૌથી મોટા કાપડ માર્કેટ(cloth market)માં ગઈકાલ (બુધવાર)ની સાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગની ઝપેટમાં ડઝનેક દુકાનો(Shops) બળીને રાખ થઈ ગઈ હતી, સાથે જ લાખો રૂપિયાનો માલસામાન પણ નુકસાન થયું છે. દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ  ફાયરવિભાગ(Fire department)ની 35 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો. સારા સમાચાર એ છે કે અકસ્માતમાં કોઈ જાનહાનિની ​​માહિતી નથી.

Join Our WhatsApp Community

રાજધાની દિલ્હીના ગાંધીનગર વિસ્તારમાં આવેલી કાપડ માર્કેટને એશિયાની સૌથી મોટી કાપડ માર્કેટ માનવામાં આવે છે. અહીં આસપાસ બધે જ કાપડની દુકાનો છે. આ જ માર્કેટમાં બનેલી 3 માળની ઈમારતની એક દુકાનમાં બુધવારની સાંજે અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગવાની જાણ થતા તરત જ લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર બ્રિગેડે શરૂઆતમાં 4 ગાડીઓ ઘટનાસ્થળે મોકલી હતી. જો કે, આગને કાબુમાં ન લાવી શકાતા, દિલ્હીના વિવિધ ફાયર સ્ટેશનોમાંથી ફાયર ટેન્ડરોને વાયરલેસ દ્વારા ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતા. દુકાનોમાં લાગેલી ભીષણ આગ પર કાબુ મેળવવાની સાથે બજારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

 આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસ નેતાનું અક્કલનું પ્રદર્શન- કહ્યું- ચિત્તાને કારણે દેશમાં ફેલાયો લંપી વાયરસ- ભાજપે આપ્યો આ વળતો જવાબ 

જોકે, આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી પરંતુ પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે. સીએમ કેજરીવાલે ટ્વીટ કરીને લખ્યું કે, “ગાંધીનગરના ટેક્સટાઈલ માર્કેટમાં આગની આ ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. ફાયર વિભાગ આગ ઓલવવામાં વ્યસ્ત છે. હું ઘટનાની તમામ માહિતી જિલ્લા વહીવટીતંત્ર પાસેથી લઈ રહ્યો છું. પ્રભુ શ્રી રામ સૌને કુશલ મંગલ રાખે.

Srikakulam: રેલિંગની વચ્ચે ફસાયેલા લોકો, ચીસો પાડતી મહિલાઓ… આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં નાસભાગનો કાળજું કંપાવી દે તેવો વિડિયો આવ્યો સામે
Rohit Arya: પુણેમાં થયા રોહિત આર્યાના અંતિમ સંસ્કાર, જાણો કોણ-કોણ લોકો થયા હતા સામેલ?
PM Modi: પીએમ મોદીએ છત્તીસગઢના નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું, પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને લઈને કહી આ વાત
Andhra Pradesh: આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ મંદિરમાં મચી નાસભાગ, આટલા શ્રદ્ધાળુઓના મોત; સીએમ નાયડુએ વ્યક્ત કર્યો શોક
Exit mobile version