News Continuous Bureau | Mumbai
ભારતમાં(India) ભલે કોરોનાની(Corona) રફતાર ધીમી હોય પરંતુ દિવસ જાય તેમ નવા વેરિએન્ટ(New variant) સામે આવી રહ્યા છે.
દેશમાં તમિલનાડુ(Tamil Nadu) અને તેલંગણા(Telangana) બાદ હવે ગુજરાતના(Gujarat) વડોદરામાં(Vadodara) ઓમિક્રોનના પેટા પ્રકાર(Omicron variant) BA.5 વેરિઅન્ટની એન્ટ્રી થઇ છે.
અહીં સાઉથ આફ્રિકાથી(South Africa) પરત આવેલો યુવક કોરોના પોઝિટિવ થયો છે.
આ યુવકના સેમ્પલને ગાંધીનગર(Gandhinagar) ખાતે આવેલી લેબોરેટરીમાં(Laboratory) મોકલવામાં આવ્યા હતાં. જેમાં બંને વખતે રિપોર્ટમાં ઓમિક્રોન BA.5 પેટા પ્રકારની પુષ્ટિ થઇ છે.
જોકે યુવકના સંપર્કમાં આવેલા લોકોમાં હાલ કોરોનાના લક્ષણો જણાયા નથી.
ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકામાં આ પ્રકારના કેસ પ્રથમવાર નોંધાયા હતા. પરંતુ હવે અન્ય ઘણા દેશોમાંથી આની જાણ થઈ રહી છે.
આ સમાચાર પણ વાંચો : કુતુબ મિનાર કેસની દિલ્હીની સાકેત કોર્ટમાં સુનાવણી પૂરી થઇ, હવે આ તારીખે આવશે ચુકાદો… જાણો વિગતે