293
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 6 ડિસેમ્બર 2021
સોમવાર.
મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કેસમાં વધારો થતા રાજ્યનું વહીવટી તંત્ર સતર્ક થઇ ગયુ છે.
ઓમિક્રોનના ડરના પગલે અકોલામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.
સાથે જ રેલી, મોરચા, આંદોલન પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.
જો કે આ સમયગાળા દરમિયાન જિલ્લામાં એન્ટી-કોરોનાવાયરસ રસીકરણની કામગીરી નિયમિતપણે ચાલુ રહેશે.
જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશમાં કલમ 144ના નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહીની જાહેરાત કરવામાં આવી છે.
આ આદેશ 5 ડિસેમ્બરની મધ્યરાત્રિ એટલે કે 12 વાગ્યાથી લાગુ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આજે રાજ્યમાં સાત ઓમિક્રોનના દર્દી મળી આવતાં કેસની સંખ્યા 8 થઈ છે.
મીરા રોડ- ભાયંદરમાં ભાજપમાં આંતરવિગ્રહ? નેતાઓની આપસી લડાઈમાં મીરા ભાયંદર હાથમાંથી નીકળી જશે? જાણો વિગત
You Might Be Interested In