News Continuous Bureau | Mumbai
ગીર સોમનાથ(Gir Somanath) જિલ્લાના દરિયાકાંઠેથી ફરી એક વખત ચરસ(Charas)નો જથ્થો મળી આવ્યો છે.
હિરાકોટ બંદરેથી એસઓજીની ટીમને 16 કિલો ચરસના પેકેટો મળી આવ્યા છે.
16 પેકેટ ચરસની બજાર કિંમત 26 લાખ 50 હજાર જેટલી આંકવામાં આવી રહી છે.
આ નશીલા પદાર્થ ચરસના પેકેટો એસઓજીની ટીમને બાતમીના આધારે મળ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ મામલે ગીર સોમનાથ ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીને ઝડપી લીધો છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના પુણે શહેરમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્શ્યો- લાગ્યા પાકિસ્તાન જિંદાબાદ ના નારા- જુઓ વિડીયો
