News Continuous Bureau | Mumbai
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી(Former Punjab CM) અને પંજાબ લોક કોંગ્રેસના (Punjab Lok Congress) અધ્યક્ષ કેપ્ટન અમરિંદર સિંહના (Captain Amarinder Singh) ભાજપમાં(BJP) જોડાવાની અટકળો પર મહોર લાગી છે.
કેપ્ટન અમરિંદર સિંહ 19 સપ્ટેમ્બર એટલે કે સોમવારે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે.
આ ઉપરાંત તેમની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ પણ સોમવારે બીજેપીમાં વિલય કરશે.
પીએલસીના(PLC) પ્રવક્તા પ્રીતપાલ સિંહ બલિયાવાલે(Pritpal Singh Baliwal) આ માહિતી આપી છે.
ઉલ્લેખનીય છે કે કેપ્ટન અમરિંદર સિંહે ગયા વર્ષે કોંગ્રેસ(Congress) છોડી દીધી હતી અને મુખ્યમંત્રી પદ પરથી અચાનક રાજીનામું આપીને પીએલસીની રચના કરી હતી
આ સમાચાર પણ વાંચો : ભાજપે આ રાજ્યમાં કર્યું મોટું એલાન- PM મોદીના જન્મદિવસે જન્મેલા બાળકોને અપાશે સોનાની વીંટી- જાણો કેટલી હશે કિંમત