ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૫ એપ્રિલ 2021
રવિવાર.
રવિવારના દિવસે મહારાષ્ટ્ર સરકારે એક મોટી જાહેરાત કરી છે. સરકારે 18 વર્ષથી ઉપરના તમામ લોકોને મફત વેક્સિનેશન આપવાનું નક્કી કર્યું છે. મહારાષ્ટ્ર સરકારની કેબિનેટ મીટિંગમાં આ સંદર્ભે ચર્ચા થઈ હતી ત્યારબાદ ઉપમુખ્યમંત્રી અજિત પવારે નિર્ણય લીધો કે વેક્સિનેશન કાર્યક્રમ માટે આંતરરાષ્ટ્રીય સ્તરનું ટેન્ડર બહાર પાડવામાં આવશે. આ ટેન્ડર ના માધ્યમથી આશરે ૧૫ કરોડ જેટલા ડોઝ ખરીદવામાં આવશે.
સરકારે નક્કી કર્યું છે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર જે કોઈ કંપની સારી ગુણવત્તાના અને સસ્તા વેક્સિન મહારાષ્ટ્રને પૂરા પાડશે તેમની પાસેથી વેક્સિન ખરીદવામાં આવશે.
મહારાષ્ટ્ર રાજ્ય સરકારે આ નિર્ણય કરી લીધો છે ત્યારે કેન્દ્ર સરકારે એક મે થી અઢાર વર્ષની ઉંમરના લોકોને વેક્સીન આપવાનું એલાન કર્યું છે. જોકે અઢાર વર્ષની ઉપરના લોકોને આ વેક્સિંન મફત મળવાની નથી. આ પરિસ્થિતિમાં છત્તીસગઢ પછી મહારાષ્ટ્ર એવું બીજું રાજ્ય છે જેણે પોતાના તમામ નાગરિકોને મફત વેક્સીન આપવાનું નક્કી કર્યું છે.