ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 નવેમ્બર, 2021
બુધવાર
મહારાષ્ટ્રમાં કોરોના મહામારી સામે રસીકરણ અભિયાન યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે
પ્રાપ્ત જાણકારી મુજબ મહારાષ્ટ્ર તેની 40 ટકા વસતિનું પૂર્ણપણે રસીકરણ કરવાની ત્યારે મુંબઇ 70 ટકા લોકોને બંને ડોઝ આપવાની કામગીરી પૂરી કરવાની નજીકમાં છે.
ગઇ કાલ સુધીમાં રાજ્યમાં 10.8 કરોડ ડોઝ અપાઇ ચૂક્યા હતા. આમાંના બે ડોઝ 3.6 કરોડ લોકોને તો 7.2 કરોડ લાભાર્થીઓને ઓછામાં ઓછો એક ડોઝ આપવામાં આવ્યો હતો.
હાલમાં રાજ્યમાં રોજ સરેરાશ સાતથી આઠ લાખ લોકોને રસી આપવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે ઓક્ટોબરમાં તહેવારોની મોસમ શરૂ થતા બીજો ડોઝ આપવાની કામગીરી ધીમી પડી હતી.
આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક, વિવાદાસ્પદ ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવા પર લાગી શકે છે અંતિમ મહોર