CBSEએ ધોરણ 12ની પરીક્ષા રદ કરતા હવે ગુજરાત સરકારે ધોરણ.12ની બોર્ડની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓને અગાઉના વર્ષના પરિમાને આધારે પ્રમોશન આપવામાં આવશે.
નવા શૈક્ષણિક સત્રની શરૂઆત ઓનલાઇન થશે તેવો શિક્ષણ મંત્રી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત બોર્ડે મંગળવારે (ગઈકાલે) ધોરણ 12 બોર્ડ અને ધોરણ 10માં રીપીટરની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો.
