ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 04 માર્ચ, 2022,
શુક્રવાર,
રાજકીય અને બિઝનેસની ગલીઓમાં ચર્ચા છે કે અદાણી ગ્રુપના ગૌતમ અદાણીના પત્ની પ્રીતિબેન અદાણીને રાજ્યસભાના સાંસદ બની શકે છે.
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને પાર્ટીના વડા જગન મોહન રેડ્ડીએ પ્રીતિબેનનું નામ સૂચવ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
પાર્ટીના વર્તમાન રાજ્યસભા સાંસદ વી. વિજયસાઈ રેડ્ડીની ટર્મ જૂન 2022માં પૂરી થઈ રહી છે અને તેમના સ્થાને પ્રીતિબેન અદાણીનું નામ ચર્ચાઇ રહ્યું છે.
જો પ્રીતિબેન અદાણી જગન મોહન રેડ્ડીની વાત સ્વીકારે છે તો YSR કોંગ્રેસના તેઓ બીજા ગુજરાતી સાંસદ બનશે.
ઉલ્લેખનીય છે કે તેઓ અત્યારે અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન છે અને ફાઉન્ડેશન હેઠળ ચાલતી શૈક્ષણિક, હેલ્થ, સ્વચ્છતા, રોજગાર લક્ષી પ્રવૃત્તિઓ સહિતની કામગીરી સાંભળી રહ્યા છે.
