કાશ્મીરમાં ગુલામ નબીના શક્તિ પ્રદર્શન બાદ કોંગ્રેસની કડક કાર્યવાહી, આ કમિટીમાંથી કર્યા ‘આઝાદ’; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 19 નવેમ્બર, 2021

શુક્રવાર 

પંજાબની જેમ જમ્મુ-કાશ્મીરમાં પણ રાજ્ય કક્ષાએ આંતરિક ઘમાસાણ શરુ થયુ છે.

કોંગ્રેસના સિનિયર નેતા ગુલામ નબી આઝાદને કોંગ્રેસ ડિસિપ્લિનરી કમિટીમાંથી બહાર કરી દીધા છે.

કોંગ્રેસે આ કમિટિની ફરી રચના કરી છે અને હવે આ કમિટીના અધ્યક્ષ એ કે એન્ટનીને બનાવાયા છે.જ્યારે તારિક અનવર સચિવ હશે.

કમિટિમાં અંબિકા સોની, દિલ્હીના નેતા જય પ્રકાશ અગ્રવાલ તેમજ કર્ણાટક નેતા જી પરમેશ્વરને સભ્ય તરીકે સ્થાન અપાયુ છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કોંગ્રેસના સિનિયર નેતા ગુલામ  નબી આઝાદના 20 જેટલા સમર્થક નેતાઓએ રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન ની માંગ સાથે પાર્ટી માંથી રાજીનામા દીધા હતા. 

ફી નથી ભરી તો અમે હોલટિકિટ નહીં આપીએ; વિદ્યાર્થીઓની પરીક્ષા ભલે છૂટી જાય; કાંદિવલીની શાળાની આવી મનમાની

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *