ન્યુઝ કંટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 24 એપ્રિલ 2021.
શનિવાર.
ઉત્તરાખંડ રાજ્યમાં ગઈકાલે તિબેટ ચાઇના બોર્ડર પર સુમનના રીમખિમ વિસ્તારમાં ગ્લેશિયર તૂટવાની ઘટના ઘટી હતી. ગ્લેશિયર તૂટવાની ઘટનાથી સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF)ની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી.
જોશીમઠ જવાના માર્ગ પર અહીં સડક નિર્માણ નું કામ ચાલુ છે. તેથી ત્યાં કામ કરતા મજૂરો માટે બે શ્રમિક શિબિર તેમજ એક બી આર ઓની ટુકડી હાજર હતી. આ વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી ભારે વરસાદ અને હીમવર્ષા ચાલુ છે. સંભાવના છે એ કારણસર જ ગ્લેશિયર તૂટયુ હોય. જોકે ભારતીય સેના અને એસડીઆરએફ ની ટીમ દ્વારા બચાવ અભિયાન શરૂ કરવામાં આવી ગયું છે. જેમાંથી 291 મજૂરોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે અને હાલ તેમને આર્મી બેઝ કેમ્પમાં રાખવામાં આવ્યા છે. ગ્લેશિયર તુટવાથી બે મજુરોના મૃત્યુ પણ નીપજ્યા છે. જેમના શબને મલબામાથી કાઢી લેવામાં આવ્યા છે.
બ્રેકિંગ ન્યુઝ : અનિલ દેશમુખ સીબીઆઈ ના તાબા માં, વધુ પાંચ લોકોની વિરુદ્ધમાં એફઆઈઆર દાખલ
