ઉદ્ધવ સરકાર નું કાઉન્ટડાઉન શરૂ- હવે અમુક કલાક કે અમુક દિવસ ના મહેમાન- જાણો રાજ્યપાલે શું કર્યું

News Continuous Bureau | Mumbai 

ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) હવે અમુક કલાક માટે અથવા અમુક દિવસ માટે મુખ્યમંત્રી રહી શકે છે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) દ્વારા રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી(Bhagat Singh Koshyari)ની મીટીંગ કર્યા પછી મળતી માહિતી મુજબ રાજ્યપાલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. તેમજ પત્રમાં જણાવી દીધું છે કે મોજુદા સરકાર પાસે બહુમત(Majortiy) ન હોવાની માહિતી સામે આવી છે. આથી ઉદ્ધવ ઠાકરે વિધાનસભાનું સત્ર બોલાવીને પોતાનો બહુમત સિદ્ધ કરે.

આ સમાચાર પણ વાંચો : ​​​નૂપુર શર્માનું સમર્થન કરવા બદ્દલ ઉદયપુરમાં દરજીની કરપીણ હત્યા- રાજ્યમાં પડસાદ- ઇન્ટરનેટ બંધ

ઉલ્લેખનીય છે કે શિવસેનાના 39 જેટલા ધારાસભ્યો(MLAs) અત્યારે ગુવાહાટી(Guwahati)માં છે. આ પરિસ્થિતિમાં 145 ધારાસભ્યોની બહુમતીનો આંકડો ગાંઠવો મુશ્કેલ છે. આથી એક વાત નક્કી છે કે હવે સત્ર બોલાવવાની સાથે જ ઉદ્ધવ ઠાકરે ભૂતપૂર્વ મુખ્યમંત્રી બની જશે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *