ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 નવેમ્બર 2021
શનિવાર.
ગુજરાત પોલીસમાં બહાર પડેલી લોકરક્ષક દળ અને PSIની ભરતી માટે ઉમેદવારો શારીરિક અને લેખિત પરીક્ષાની આકરી તૈયારી કરી રહ્યા છે. 10 લાખથી પણ વધારે ઉમેદવારો આ બંને પરીક્ષા આપશે. સુરતના જાંગીપુરા વિસ્તારમાં પટેલ સમાજ દ્વારા PSI અને LRD ઉમેદવારોને ફિઝિકલ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ત્યારે
ઉમેદવારો સાથેની મુલાકાત દરમિયાન હર્ષ સંઘવીએ વધુમાં ઉમેર્યું હતું કે, ભરતીના જે નિયમ છે તેજ પ્રમાણે ગુજરાતની આવનારી સુરક્ષા તમારી હાથમાં છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પરીક્ષા માટે મેહનત કરી રહેલા ઉમેદવારોની મુલાકાત લઈને તેમને પ્રોત્સાહીત કર્યા હતા. હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, તમે બધા લોકોની સેવા કરવામાં માટે પોતાની તૈયારી કરી રહ્યા છો, ચોક્કસ સફળ થશો, ભૂતકાળમાં જે પોલીસ કર્મચારીઓ જવાબદારીઓ નિભાવી છે એ જવાબદારી તમે લેવા જઈ રહ્યા છો.
PSI અને LRDના ઉમેદવારોને ફ્રી ડાયટિંગ પણ આપવામાં આવે રહ્યું હોવાનું જોઈ હર્ષ સંઘવીએ સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો. છેલ્લા 58 દિવસથી ઉમેદવારોને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. એ એક જવાબદાર સમાજ જ કરી શકે છે. પોલીસની ભરતીમાં ભાગ લેતા ઉમેદવારો માટે ખાસ ચાર શો બનાવાય છે. ગૃહરાજ્ય મંત્રીએ આ વિશે વાત કરતા કહ્યું કે, રાજ્ય સરકાર ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયા અંગે વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરતો 30 મિનિટનો એક શો એમ કુલ 4 શો ટેલિકાસ્ટ કરશે. ભરતીમાં 10 લાખ લોકો ભાગ લઈ રહ્યા છે. મારું માનવું છે ભરતીના નિયમ શું છે, ભરતી કઈ રીતે લેવાની છે, ભરતીમાં કેમેરા કઈ રીતે ગોઠવાયા છે, ભરતીમાં પ્રેક્ટિકલ અને લેખિત પરીક્ષામાં શું ફરક છે? તેવા પ્રશ્નો અને મૂંઝવણો દૂર કરતા ચાર શો બનાવાયા છે. જેમાં ગુજરાત પોલીસના સિનિયર અધિકારીઓ છે, છેલ્લી બે-ત્રણ ભરતીમાં ટોપ કરનારા લોકોના વિચારો, ભરતીમાં શું કરવું અને શું ન કરવું વગેરે જેવી તમામ બાબતો આ શોમાં લઈને તેને સિમ્પલ બનાવાયો છે. જેથી તમામ ઉમેદવારોને સારી જાણકારી મળી શકે.
ઉમેદવારોને સંબોધતા ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, ‘રાજ્યની સુરક્ષા એ સરકારનું પ્રાથમિક ધ્યેય છે. પોલીસ ભરતી નિયમો પ્રમાણે અને પારદર્શક રીતે થશે. તેમણે રાજ્યના યુવાધનને ભ્રષ્ટાચાર અને ગેરરીતિ આચરીને ગુજરાત પોલીસમાં ભરતી થવાના સપના છોડી દેવા અને સખ્ત મહેનત કરી લક્ષ્ય હાંસલ કરવા શીખ આપી હતી. કોઇપણ વ્યક્તિ ખોટી રીતે ગુજરાત પોલીસમાં સામેલ થઇ શકશે નહિ.
આ સાથે જ ગૃહમંત્રી એ તૈયારી કરતા ઉમેદવારોનો જુસ્સો વધારતા કહ્યું, 'આ પરીક્ષા આપણા માટે મહત્ત્વની છે, પરંતુ એવું નથી કે આ પરીક્ષા આપણા જીવનની છેલ્લી પરીક્ષા છે, એટલે મન પરથી કોઈ ભાર હોય તો ઉતારી લેજો. ભરતી પ્રક્રિયા રોજ આવતી રહેશે, આ નહીં તો બીજી.'
વાઈબ્રન્ટ સમિટ ૨૦૨૨માં VVIP ગેસ્ટ-આમંત્રિતોના ટ્રાન્સ્પોરટેસન માટે માત્ર ઇલેક્ટ્રિક વાહનનો ઉપયોગ થશે
ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિનહથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10,459 જગ્યા સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ મગાવાઈ હતી, જેમાં લોકરક્ષક દળમાં ભરતી માટે કુલ 12 લાખ જેટલી અરજીઓમાંથી 9.46 લાખ અરજી કન્ફર્મ થઈ હતી. આમાં 6.92 લાખ પુરુષ અને 2.54 લાખ મહિલાની અરજીઓ કન્ફર્મ થઈ. લોકરક્ષક દળમાં બિનહથિયારધારી કોન્સ્ટેબલની 5,212, હથિયારધારી કોન્સ્ટેબલની 797 અને એસઆરપી કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે.
PSIમાં 1382 પદ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની 202 જગ્યા છે. બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) માટે 98 જગ્યા છે. હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ)ની 72 જગ્યા, ઇન્ટેલિજન્સ ઓફિસર (પુરુષ) 18, ઇન્ટેલિજન્સ ઓફિસર (મહિલા) 9, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ) 659, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) 324 જગ્યા છે. આ પ્રકારે કુલ 1382 જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે. આ માટે અંદાજે 4 લાખથી પણ વધારે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે
