ગુજરાતના પંચમહાલમાં શિવરાજપુર પાસે જીમીરા રિસોર્ટમાં પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી છે.
આ દરોડામાં પોલીસે ખેડાના માતરના ભાજપી ધારાસભ્ય કેશરીસિંહ સોલંકી અને સાત મહિલાઓ સહિત કુલ 26 વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા.
આ ઉપરાંત પોલીસે 3.80 લાખ રોકડા,1.15 કરોડની આઠ ગાડીઓ અને 7થી વધુ દારૂની બોટલ પણ મળી આવી છે.
પોલીસે ત્યાં હાજર તમામની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
