ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 સપ્ટેમ્બર, 2021
બુધવાર
ગુલાબ વાવાઝોડાની અસર સૌથી વધુ દક્ષિણ ગુજરાત પર જોવા મળી રહી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 190 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં 8.5 ઇંચ વરસાદ ખાબક્યો છે.
રાજ્યના સાત તાલુકાઓમાં 6 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. તો રાજ્યના 13 તાલુકામાં 5 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના 24 તાલુકામાં 4 ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે.
આમ, રાજ્યના 50 તાલુકાઓમાં ૩ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના 87 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. તો ગુજરાતના 128 તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.
અરે વાહ, દેશમાં દરેક ચોથા વ્યક્તિને મળ્યા વેક્સિનના બંને ડોઝ, આટલા ટકા વસ્તી સંપૂર્ણ વેક્સિનેટેડ
