News Continuous Bureau | Mumbai
ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ની વારાણસી કોર્ટે (Varanasi court) આજે જ્ઞાનવાપી મસ્જિદ કેસ (Gyanvapi masjid case) સાથે જોડાયેલો મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે વઝુખાનામાં કથિત રીતે મળી આવેલા શિવલિંગ(Shivling)ની કાર્બન ડેટિંગ(Carbon dating)ની માગ કરતી અરજી(petition) ફગાવી દીધી છે અને કહ્યું છે કે કથિત શિવલિંગનો કાર્બન ડેટિંગ નહીં થાય.
મહત્વનું છે કે વારાણસી જિલ્લા કોર્ટે ગયા અઠવાડિયે આ કેસની સુનાવણી(Case hearing) કર્યા બાદ જ્ઞાનવાપી સંકુલમાં મળી આવેલા કથિત શિવલિંગની કાર્બન ડેટિંગ તપાસ અને સમગ્ર પરિસરના એએસઆઈ સર્વે(ASI Survey)ની માંગ પર ચુકાદો અનામત રાખ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : જિમમાં યુવતીઓ આમને-સામને- કસરત કરવા બાબતે જામી પડી- એકબીજાના ખેંચ્યા વાળ- જુઓ વિડીયો
વાસ્તવમાં હિન્દુ પક્ષ(Hindu side) જેને શિવલિંગ કહે છે, મુસ્લિમ પક્ષ(Muslim side) તેને ફુવારો(Fountain) કહી રહ્યો છે. હિન્દુ પક્ષ તરફથી એવી માંગ કરવામાં આવી હતી કે કથિત શિવલિંગની તપાસ (investigation) માટે કાર્બન ડેટિંગ થવી જોઈએ, જેથી તે કેટલો જૂનો છે તેની જાણ થઈ શકે. ઉલ્લેખનીય છે કે ચાર મહિલાઓ દ્વારા આ માંગણી કરવામાં આવી હતી, જે બાદ વારાણસી જિલ્લા ન્યાયાધીશ ડૉ. અજય કૃષ્ણ વિશ્વેશની કોર્ટે આજે આ કેસમાં ચુકાદો આપ્યો છે.