News Continuous Bureau | Mumbai
ગુજરાતનો કોંગ્રેસ(Gujarat congress)નો વર્કિંગ પ્રેસિડેન્ટ અને પાટીદાર નેતા હાર્દિક પટેલ(Hardik Patel)ના છેલ્લા થોડા દિવસ બદલાયેલા તેવરને કારણે તે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપ(BJP)માં જોડાય એવા સંકેતો જણાઈ રહ્યા છે.
ભાજપ માટે માથાનો દુખાવો બની ગયેલો હાર્દિક પટેલનું છેલ્લા થોડા દિવસથી ભાજપ અને આમ આદમી પાર્ટી(આપ) (AAP) પ્રત્યે નરમ વલણ જણાઈ રહ્યું છે. તો અનેક મુદ્દે તેણે કોંગ્રેસને વખોડી કાઢી હોવાનું જણાઈ આવ્યું છે.
આજે તેણે ગુજરાતમાં અનેક મીડિયા હાઉસને ઇન્ટરવ્યુ આપ્યા હતા, જેમાં તેનો ભાજપ પ્રત્યે સોફ્ટ કોર્નર જણાયો હતો. ગયા મહિને હાર્દિકે 28 માર્ચના જુદા જુદા મુદ્દાઓ પર વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી હતી પણ હકીકતમાં તેણે કંઈ કર્યું નહોતું.
આ સમાચાર પણ વાંચો : પર્યટકો આનંદો.. હવે સોમનાથ અને ગીર માટે મુંબઈથી સીધી ફ્લાઇટ…જાણો વિગતે
અહીં ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે(Supreme Court) વિસાનગર હિંસાચારમાં તેને વિરુદ્ધમાં ચુકાદો આપ્યો હતો, તેથી શક્ય છે કે તેને આગામી ચૂંટણી લડવામાં અવરોધ આવી શકે છે. રાજકીય સૂત્રોના કહેવા મુજબ જો ભાજપ સરકાર (BJP Govt)તેના પ્રત્યે નરમ વલણ રાખે તો કદાચ તેને સુપ્રીમમાંથી રાહત મળી શકે છે. તેમાં પાછું થોડા દિવસથી હાર્દિક પટેલના ભાજપ પ્રત્યેના વલણ બદલાયેલું જણાઈ રહ્યું છે ત્યારે ગુજરાતની આગામી વિધાનસભા(Gujarat Assembly Election)ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તે બહુ જલદી ભાજપમાં જોડાઈ જાય એવું પણ અનેક અખબારોમાં અહેવાલ આવી રહ્યા છે.