ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,11 જાન્યુઆરી 2022
મંગળવાર.
કોરોના સંકટ વચ્ચે દેશમાં 14મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવશે.
મકરસંક્રાતિ પર્વનાં દિવસે ગંગામાં ડૂબકી લગાવવાનું અનેરું મહત્વ છે પરંતુ કોરોનાના વધતા કેસોના કારણે તેના પર ઉત્તરાખંડ સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે.
આ સિવાય વારાણસી અને પ્રયાગરમાં પણ અનેક પ્રકારના આકરાં પ્રતિબંધો લગાલી દેવામાં આવ્યા છે.
સરકારના નિર્ણયથી શ્રદ્ધાળુઓ નિરાશ ચોક્કસ છે, પરંતુ કોરોના સંકટ વચ્ચે તેને જરૂરી પગલું માનવામાં આવી રહ્યું છે.

