ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 ઑગસ્ટ, 2021
શુક્રવાર
હરિયાણા સરકારમાં ગૃહ મંત્રી અનિલ વિજની આજે તબિયત ખરાબ થઈ ગઈ છે.
પ્રાપ્ત જાણકારી મુજબ ઑક્સિજન લેવલ ઓછુ થવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અનિલ વિજને હવે ઑક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.
અનિલ વિજની તબિયત ખરાબ થવાના કારણે શનિવારે લગાવવામાં આવેલા જનતા દરબારને રદ કરી દેવાયા છે.
ઉલ્લેખનીય છે કે થોડા મહિના અગાઉ અનિલ વિજ કોરોના વાયરસની ચપેટમાં આવ્યા હતા. અનિલ વિજ વેક્સિનના ટ્રાયલમાં સામેલ થઈ ચૂક્યા છે. વેક્સિન લગાવ્યા બાદ પણ તેમની તબિયત લથડી હતી.
જોકે, છેલ્લા કેટલાક દિવસથી તેઓ સતત એક્ટિવ હતા પરંતુ હવે એકવાર ફરી તબિયત ખરાબ થવાના કારણે તેઓ વિધાનસભાનુ સત્ર મિસ કરી શકે છે.
દેશભરના ઝવેરીઓએ આ માગણીને લઈને 23 ઑગસ્ટના જાહેર કરી ટોકન સ્ટ્રાઇક; જાણો વિગત
