News Continuous Bureau | Mumbai
પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો આવતા જાય છે. જેમાં હવે લગભગ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.
યુપી, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ છે.
આ પરિણામ પર રાહુલ ગાંધીએ પ્રતિક્રિયાઓ આપી છે. તેમણે કહ્યું કે, અમે જનમત સ્વીકાર્યો છે.
જનાદેશ જીતનારાઓને શુભકામનાઓ. હું તમામ કોંગ્રેસી કાર્યકર્તા અને સ્વયંસેવકોને તેમની આકરી મહેનત અને સમર્પણ માટે ધન્યવાદ આપુ છું.
અમે આમાંથી શિખીશું અને ભારતના લોકોના હિત માટે કામ કરતા રહીશું.
આ સમાચાર પણ વાંચો : યુપીની આ હાઈ પ્રોફાઈલ બેઠક પર મોદી સરકારના મંત્રી એસ પી સિંહ બઘેલ સામે અખિલેશ યાદવની જીત…