ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 નવેમ્બર, 2021
સોમવાર
અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે હાલ સમગ્ર દક્ષિણ ભારત સહિત મહારાષ્ટ્રમાં વરસાદ પડી રહ્યો છે.
હવામાન વિભાગે મહારાષ્ટ્રમાં આગામી 48 કલાકમાં પણ મુશળધાર વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે કોંકણના પાલઘર, મુંબઈ અને થાણે જિલ્લામાં છૂટાછવાયા વરસાદની અપેક્ષા છે. તો રત્નાગીરી, સિંધુદુર્ગ જિલ્લામાં, 23 થી 25 નવેમ્બર સુધી છૂટાછવાયા વરસાદની અપેક્ષા છે.
આ ઉપરાંત રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, પુણે, સતારા, સાંગલી, કોલ્હાપુર, બીડ અને ઉસ્માનાબાદ જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 1.6 મિમી, નાગપુરમાં 2.6 મિમી, પુણેમાં 2.3 મિમી, રત્નાગિરીમાં 1.6 મિમી, સાતારામાં 0.4 મિમી, સાંગલીમાં 4.1 મિમી, અકોલામાં 1.9 મિમી અને પણજીમાં 121.3 મિમી વરસાદ નોંધાયો છે.