Site icon

શોકિંગ! ભરૂચમાં આટલા હિંદુઓને લલચાવી ઈસ્લામ અંગીકાર કરાવવાનો નેટવર્કનો પર્દાફાશઃ લંડનથી આવતા હતા નાણા; જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 16 નવેમ્બર  2021 
મંગળવાર. 

ઉત્તર પ્રદેશમાં ધર્માન્તરનો મુદ્દો હજુ તાજો છે ત્યાં તો ગુજરાતના ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિકા ગામમાં 37 આદિવાસી પરિવારોના 100 લોકોને ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. પૈસાની લાલચ આપી ગરીબ લોકોને ફોસલાવીને તેમનું ધર્માન્તર કરાવવામાં આવ્યું હોવાનું કહેવાય છે.

Join Our WhatsApp Community

વિદેશથી આવતા ફંડનો ઉપયોગ કરી ગરીબ આદિવાસીઓને ફોસલાવીને પૈસાની લાલચ આપીને તેમને વટલાવવામાં આવતા હતા. ભરૂચમાં લંડનથી નાણા હવાલા મારફત આવ્યા હોવાની શંકા છે. ભરૂચ જિલ્લાની  આમોદ પોલીસે શંકાને આધારે મૌલવી સહિત 9 લોકો સામે ગુનો નોંધ્યો છે.
આમોદ તાલુકાના કાંકરિયા ગામમાં લાંબા સમયથી ધર્માન્તરની પ્રવૃત્તિ ચાલતી હતી. જેમાં કટ્ટરવાદીઓ વિદેશથી ફંડ ભેગું કરીને ધર્માન્તરની પ્રવૃતિ કરતા હતા. હિંદુઓને ખાસ કરીને ગરીબ અને આદીવાસીઓને રોકડ રૂપિયા સહિતની અનેક લાલચ આપીને તેમની અજ્ઞાનતાનો ફાયદો ઉઠાવીને તેમની પાસેથી ઈસ્લામ અંગીકાર કરાવવામાં આવતો હતો. જેમાં કાંકરિયા ગામના 37 પરિવારના 100 થી વધુ લોકોને લાલચ આપીને તેમને મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવવામાં આવ્યો હતો.

 

 દીવના આ બીચ પર પેરાશૂટમાં ઉડી રહેલા દંપત્તિ સાથે ઘટી દુર્ઘટના,પેરાસેલિંગ કરતા પેરાશૂટનું દોરડું તૂટ્યું… પછી શું થયું જુઓ અહીં

આ પ્રકરણમા મૂળ નબીપુરના અને હાલ લંડન સ્થિત હાજી અબ્દુલની સંડોવણી હોવાનું માનવામાં આવે છે. અગાઉ વડોદરા અને ઉત્તર પ્રદેશમાં પણ તેણે હવાલા મારફત ધર્માન્તર માટે પૈસા મોકલ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

Vanahar Mahotsav: આવો અને માણો વનઆહારની મજા: સ્વતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકમાં 22 અને 23 નવેમ્બરે યોજાશે ‘વનઆહાર મહોત્સવ’
Anmol Bishnoi: ‘અનમોલ બિશ્નોઈને ભાઈ હોવાની સજા મળી રહી છે’: બાબા સિદ્દીકી હત્યામાં સંડોવણી પર પિતરાઈ ભાઈનો મોટો ખુલાસો
Pune Land Scam: પુણે જમીન કૌભાંડ તપાસ રિપોર્ટ: પાર્થ પવારને ક્લીન ચિટ, 3 અધિકારીઓ સામે પગલાં લેવા ભલામણ
Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Exit mobile version