ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 નવેમ્બર 2021
ગુરુવાર.
દિલ્હીમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા જાત-જાતના ઉપાયો દિલ્હી સરકાર અમલમાં મૂકી રહી છે. તેમાં હવે સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ દિલ્હી સરકાર વધુ સચેત વધી ગઈ છે. પ્રદૂષણ ફેલાવવા માટે કારણભૂત રહેનારો સામે આકરા પગલાં લેવાનો તખ્તો ગોઠવી દીધો છે. જે અંતર્ગત પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલ ભરવા આવનારા વાહનોની ફરજિયાત પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટની (PUC) તપાસ કરવામાં આવી રહી છે. દિલ્હી સરકારના ટ્રાન્સપોર્ટ ખાતાએ હવે પીયૂસી નહીં ધરાવતા લોકોના 10,000 રૂપિયાના ચલાન કાપવાનું ચાલુ કરી દીધું છે. તે માટે સરકારના ટ્રાન્સપોર્ટ ખાતાએ પેટ્રોલ પંપ પર સિવિલ ડિફેન્સ વોલેન્ટિયરની ટીમ પણ તહેનાત કરી દીધી છે.
બુલેટ ટ્રેન આડેનું વિધ્ન દૂરઃ આદિવાસી તાલુકાના જમીનના માલિકોને મળશે આટલા ટકા વધારાનું વળતર
પ્રદૂષણ ફેલાવવા માટે વાહનોને પણ એટલા જ જવાબદાર માનવામાં આવી રહ્યા છે. તેથી સુપ્રીમ કોર્ટના આદેશ પહેલા જ દિલ્હી સરકારે રેડ લાઈટ ઓન, ગાડી ઓફ કેમ્પઈન ચાલુ કરી દીધું છે. પીસીઆરએના એક સર્વેક્ષણ મુજબ તેનું સારુ રિઝલ્ટ પણ મળી રહ્યું છે. તેનાથી 15થી 20 ટકા પ્રદૂષણને ઘટાડવામાં મદદ મળી રહી છે અને વાર્ષિક લગભગ 200 કરોડ રૂપિયાની બચત પણ થઈ રહી છે.