Site icon

દિલ્હીમાં પ્રદૂષણને નિયંત્રણમાં લેવા નવો અખતરો, વાહનચાલકોએ જો આ કામ નહીં કર્યું હોય તો તેને પડશે 10 હજાર રૂપિયાનો ફટકો; જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 18 નવેમ્બર  2021 
ગુરુવાર.  

દિલ્હીમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા જાત-જાતના ઉપાયો દિલ્હી સરકાર અમલમાં મૂકી રહી છે. તેમાં હવે સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ દિલ્હી સરકાર વધુ સચેત વધી ગઈ છે.  પ્રદૂષણ ફેલાવવા માટે કારણભૂત રહેનારો સામે આકરા પગલાં લેવાનો તખ્તો ગોઠવી દીધો છે. જે અંતર્ગત પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલ ભરવા આવનારા વાહનોની ફરજિયાત પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટની (PUC) તપાસ કરવામાં આવી રહી છે. દિલ્હી સરકારના ટ્રાન્સપોર્ટ ખાતાએ હવે પીયૂસી નહીં ધરાવતા લોકોના 10,000 રૂપિયાના ચલાન કાપવાનું ચાલુ કરી દીધું છે. તે માટે સરકારના ટ્રાન્સપોર્ટ ખાતાએ પેટ્રોલ પંપ પર સિવિલ ડિફેન્સ વોલેન્ટિયરની ટીમ પણ તહેનાત કરી દીધી છે.

Join Our WhatsApp Community

બુલેટ ટ્રેન આડેનું વિધ્ન દૂરઃ આદિવાસી તાલુકાના જમીનના માલિકોને મળશે આટલા ટકા વધારાનું વળતર

પ્રદૂષણ ફેલાવવા માટે વાહનોને પણ એટલા જ જવાબદાર માનવામાં આવી રહ્યા છે. તેથી સુપ્રીમ કોર્ટના આદેશ પહેલા જ દિલ્હી સરકારે રેડ લાઈટ ઓન, ગાડી ઓફ કેમ્પઈન ચાલુ કરી દીધું છે. પીસીઆરએના એક સર્વેક્ષણ મુજબ તેનું સારુ રિઝલ્ટ પણ મળી રહ્યું છે. તેનાથી 15થી 20 ટકા પ્રદૂષણને ઘટાડવામાં મદદ મળી રહી છે અને વાર્ષિક લગભગ 200 કરોડ રૂપિયાની બચત પણ થઈ રહી છે.

MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
BMC Election Result 2026: મુંબઈ હવે ‘મહાયુતિ’ના કબજે! BMC સહિત 5 મહાનગરપાલિકાઓમાં સ્પષ્ટ બહુમતી, ભાજપ અને શિંદે જૂથનો ભવ્ય વિજય
Maharashtra Civic Election Results 2026: મહારાષ્ટ્ર મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 લાઈવ:BMC ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી! ઠાકરે બ્રાન્ડને નુકસાન
Maharashtra Civic Election Results 2026: મહારાષ્ટ્ર મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 લાઈવ:ભાજપ મુંબઈનો નવો બોસ છે! બીએમસીમાં પહેલી વાર મળી બહુમતી
Exit mobile version