Site icon News Continuous Bureau | Mumbai

ગાંધી બાપુના ગુજરાતમાં જ તેમનું અપમાન: હિંદુ સેનાએ સ્થાપી ગોડસેની પ્રતિમા, કોંગ્રેસે તેને તોડી પાડી; જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 16 નવેમ્બર  2021 
મંગળવાર. 

દેશન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અપમાન કરવાની અને તેમના હત્યારા ગોડસેને મહાન બનાવવાની જાણે ફેશન બની ગઈ છે. ગાંધીબાપુના ગુજરાતમાં જ  તેમના અપમાનની ઘટના બની છે. જેમા તેમના હત્યારા નથુરામ ગોડસેની પ્રતિમાને લઈને ફરી વિવાદ થયો છે. સોમવારે ગુજરાતમાં હિંદૂ સેના તરફથી ગોડસેની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. તેને પગલે ઉશ્કેરાયેલા કોંગ્રેસી કાર્યકર્તાઓએ તેને તોડી પાડી હતી.

Join Our WhatsApp Channel

ગુજરાતથી મુંબઈ આવતી ટ્રેનોમાં ભીખારી અને હિજડાઓનો આતંક, પ્રવાસીઓ હેરાન-પરેશાન; જુઓ તસવીરો અને જાણો વિગત.

મહાત્મા ગાંધીની હત્યા કરનારા નથુરામ ગોડેસેને 10 ફેબ્રુઆરી 1949માં ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. ત્યારબાદ 15 નવેમ્બર 1949માં તેને ફાંસીને માંચડે ચઢાવવામા આવ્યો હતો, તેની યાદમા જામનગરમાં ગોડસેની પ્રતિમા બેસાડવામાં આવી હતી. હિંદુ સેનાએ 8 ઓગસ્ટના જ નથૂરામ ગોડસેની પ્રતિમા બેસાડવાની જાહેરાત કરી હતી. જોકે સ્થાનિક પ્રશાસને મંજૂરી નહીં આપતા જામનગરમાં હનુમાન આશ્રમમાં પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. કોંગ્રેસી કાર્યકર્તા જોકે ઉશ્કેરાઈ ગયા હતા અને તેઓએ આશ્રમ જઈને ગોડસેની પ્રતિમાને તોડી પાડી હતી.

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version