Site icon

ઈ-ચલાન ભરવામાં પણ અવળચંડાઈ. છેલ્લા ત્રણ વર્ષમાં વાહનચાલકોએ આટલા કરોડ રૂપિયાનો દંડ ચૂકવ્યો નથી… જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાઓને ઈ-ચલાન મોકલવામાં આવે છે. પરંતુ લાખો લોકોએ ઈ-ચલાનમાં મોકવલામાં આવેલી દંડની રકમ ચૂકવી ન હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

Join Our WhatsApp Community

ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં બે લાખ વાહનચાલકોએ લગભગ 54 કરોડ રૂપિયાનો ઈ-ચલાનમાં મોકલવામાં આવેલા દંડની રકમ પોલીસને ચૂકવી નથી. આવા લોકો પાસેથી દંડની રકમ વસૂલવી પોલીસ માટે લોઢાના ચણા ખાવા સમાન થઈ ગયું છે.

થાણેમાં છેલ્લા ત્રણ વર્ષમાં 13,19,815 વાહન ચાલકોએ 54,06,94,100 રૂપિયા ચૂકવવાના બાકી છે. અત્યાર સુધી થાણે ટ્રાફિક પોલીસે 2,14,227 વાહનચાલકોને દંડ ભરવા માટે નોટિસ મોકલી છે. જો નોટિસ બાદ પણ તેઓએ દંડની રકમ નહીં ભરી તો તેમની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

 આ સમાચાર પણ વાંચો :  પંજાબ રાજ્યસભાની સીટો પર AAPની ક્લીન સ્વીપ, ભજ્જી-ચઢ્ઢા સહિત આ ઉમેદવાર વિજેતા બન્યા; જાણો વિગતે

મોટર વેહીકલ ઇમ્પ્રુવમેન્ટ એક્ટ હેઠળ વધારવામાં આવેલો દંડનો નિયમ અમલમાં મુકાઈ ગયો છે. છેલ્લા બે મહિનામાં 89,602 વાહન ચાલકો પર 3,73,68,950 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જાન્યુઆરીમાં 31,290 કેસ નોંધાયા હતા અને 1,21,57,550 રૂપિયા અને ફેબ્રુઆરી 2022માં 30,880 કેસમાં 1,32,97,250 રૂપિયાનો દંડ લગાડવામાં આવ્યો હતો.

Solapur Suicide Case: વિખ્યાત વેપારી સુનીલ સદારંગાનીની આત્મહત્યા, 17મા માળેથી કૂદતા પહેલા ગળગળા થઈ કરી પ્રાર્થના.
Parth Pawar Case: પવાર પરિવાર માટે ચિંતાના સમાચાર! પાર્થ પવારને મુંઢવા કેસમાં નથી મળી રાહત, જાણો શું છે જમીન કૌભાંડનો સમગ્ર વિવાદ.
Sharad Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! NCP વિલય મુદ્દે શરદ પવારે ફડણવીસને આપ્યો જડબાતોડ જવાબ, સુનેત્રા પવાર વિશે આપ્યું મોટું નિવેદન
Parth Pawar: શું પાર્થ પવાર બનશે દિલ્હીમાં NCP નો નવો ચહેરો? રાજ્યસભાની ટિકિટને લઈને અજીત પવાર જૂથનો મોટો માસ્ટરસ્ટ્રોક, જાણો વિગતો
Exit mobile version