ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ઑક્ટોબર, 2021
મંગળવાર
દેશમાં કોલસાની અછત વધી ગઈ છે. એથી મહાવિતરણને વીજપુરવઠો કરનારા ઔષ્ણિક વીજળી કેન્દ્રમાં 3330 મેગાવૉટ ક્ષમતાના અંદાજે ૧૩ વીજળી કેન્દ્રો કોલસાના અભાવે બંધ પડ્યા છે. જેને લીધે રાજ્ય ઉપર લોડશેડિંગનું સંકટ આવી શકે છે. એમાં વળી ઑક્ટોબરને લીની ગરમીને લીધે વીજળીની માગણી વધી ગઈ છે. મહાવિતરણે કરકસર કરી વીજળીનો વપરાશ કરવાનું કહ્યું છે.
કોલસાની અછતને કારણે ગત કેટલાક દિવસથી ઔષ્ણિક વીજળી કેન્દ્રમાં વીજનિર્માણ ઘટી ગયું છે. ચંદ્રપુર, ભુસાવળ અને નાશિક પ્રત્યેકના 210 મેગાવૉટના ત્રણ વીજળી કેન્દ્રો કોલસાના અભાવે બંધ પડ્યાં છે. પારસનો 250 મેગાવૉટનું કેન્દ્ર, ભૂસાવળ અને ચંદ્રપુરનાં 500 મેગાવૉટનાં વીજકેન્દ્ર બંધ પડ્યાં છે. તેમ જ કૉસ્ટલ ગુજરાત પાવર લિમિટેડનાં 640 મેગાવૉટનાં ચાર કેન્દ્ર અને રતન ઇન્ડિયાનાં 810 મેગાવૉટનાં ત્રણ વીજકેન્દ્ર બંધ છે. એથી મહાવિતરણને ઔષ્ણિક વીજળી કેન્દ્રમાંથી કરાર પ્રમાણે મળતી વીજળીમાં ઘટાડો થયો છે.
BMWનું મૅક્સી સ્કૂટર આજે ભારતમાં લૉન્ચ થશે; જાણો સ્કૂટરની વિશેષતાઓ
વીજળીની માગણી અને પુરવઠામાં 3330 મેગાવૉટનો તફાવત છે. પાવર એક્સચેન્જ પાસેથી વીજળીની ખરીદી થઈ રહી છે. દેશભરમાં વીજળીની માગણી વધવાથી વીજખરીદીના દર વધ્યા છે. સાથે જ કોયના અને અન્ય જળવિદ્યુત કેન્દ્ર, અપારંપારિક ઊર્જાસ્રોત દ્વારા વધુમાં વધુ વીજળી નિર્મિતિ કરાઈ રહી છે.