Site icon

અરે વાહ શું વાત છે. ઇન્ડીયન ઓઇલે ઉતાર્યું સસ્તુ ઇંધણ. આ રાજ્યમાં પ્રયોગ શરુ. જાણો વિગતે…

News Continuous Bureau | Mumbai

પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ ઓઇલ કંપનીઓ તરફથી પેટ્રોલ-ડીઝલનો રેટ વધારી દેવામાં આવ્યો હતો. કંપનીઓએ ૨૨ માર્ચથી માંડીને ૬ એપ્રિલ સુધી ૧૦ રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો. પેટ્રોલના ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે ત્યારે ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશને નવા પ્રકારનું પેટ્રોલ બજારમાં ઉતાર્યું છે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવેલા નવા પ્રકાર પેટ્રોલથી ઓઇલના ભાવ ઓછા થઇ શકે છે. અસમના તિનસુકિયા જિલ્લામાં ૧૫ ટકા મેથનોલના મિશ્રણવાળા પેટ્રોલ 'એમ૧૫' ને પાયલોટ પ્રોજેક્ટ તરીકે ઉતારવામાં આવ્યું છે.  પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ રાજ્યમંત્રી રામેશ્વર તેલીએ નીતિ આયોગના સભ્ય વીકે સારસ્વત અને આઇઓસીના ચેરમેન એસએમ વૈદ્યની હાજરીમાં શનિવારે 'એમ૧૫' પેટ્રોલ જાહેર કર્યું છે. તેલીએ કહ્યું કે મેથનોલના મિશ્રણથી ઇંધણની વધતી જતી કિંમતોથી રાહત મળશે. ભાવમાં ઘટાડાથી સામાન્ય જનતાને રાહત મળશે.  તેમણે કહ્યું કે 'એમ૧૫' ને પ્રાયોગિક ધોરણે જાહેર કરી ઇંધણના મામલે આર્ત્મનિભર હોવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. તેનાથી આયાતનો બોજો ઘટશે. એક સત્તાવાર વક્તવ્યમાં મંત્રીના હવાલેથી કહેવામાં આવ્યું છે કે ઉર્જાના મામલે ભારતને આર્ત્મનિભર બનાવવા માટે ઇન્ડીયન ઓઇલ આ પગલું ભરી રહી છે.  આ પહલ માટે તિનસુકિયાની પસંદગી અહીં મેથનોલની સરળતાથી ઉપલબ્ધતા હોવાનું જોતાં કરવામાં આવ્યું છે. તેનું ઉત્પાદન અસમ પેટ્રોકેમિકલ લિમિટેડ કરે છે. તમને જણાવી દઇએ કે રાજધાની દિલ્હીમાં હાલ પેટ્રોલની કિંમત ૧૦૫ રૂપિયા પ્રતિ લીટરથી ઉપર છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  સુપ્રીમ કોર્ટની ટીપ્પણી. કોરોના રસી માટે કોઈને મજબૂર કરી શકાય નહીં. જાણો કોર્ટે શું કહ્યું.  

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
Exit mobile version